________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
પ્રસારિત કરતા હોય છે ત્યારે શ્રી ગણધર એમની વિશેષ તીણ સંજ્ઞાના આધારે પોતાનાં શ્રુતિ તથા શ્રદ્ધાને અતિ સૂમ કરી, મતિજ્ઞાનની વિશેષતાનો ઉપયોગ કરી, એ બોધને તેઓ અંતર્ગત પૂર્ણતાએ કે મહદ્ અંશની પૂર્ણતાએ અવધારે છે. આ બોધને ઉત્કૃષ્ટતાએ ગ્રહણ કરી તેઓ પાંચ મહાવ્રતનું સૂક્ષ્માતિસૂક્ષ્મ પાલન કરી, બોધ માટે આભાર વ્યક્ત કરતો તથા લોક સમુદાયને એ બોધ લાભદાયી થાય એ હેતુથી અને ભાવથી તેઓ લોક સમક્ષ અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાનની સહાયથી બોધ વ્યક્ત કરતા હોય છે. આ પ્રમાણે શ્રી ગણધર પ્રભુ પરના કલ્યાણ માટે ચારે જ્ઞાનનો જરૂર પ્રમાણેનો ઉપયોગ કરતા રહે છે. આવા અપૂર્વ જ્ઞાનના નિઃસ્વાર્થ ઉપયોગથી તેમને શ્રી પ્રભુ પ્રેરિત પંચપરમેષ્ટિનાં પંચામૃતથી એક અપૂર્વ સિદ્ધિ આવે છે. જ્યારે તેઓ શ્રી પ્રભુનો જ્ઞાનસભર બોધ સાંભળે છે અને એ બોધને જનસમુદાયના કલ્યાણાર્થે તેમના પ્રતિ વહાવે છે ત્યારે તેમને શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતના આધારથી સર્વ શ્રુત તથા સર્વ બોધના સારરૂપ ગુણગ્રહણ કરવાનો યોગ પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. તેમનું ગુણગ્રાહીપણું ત્યાં અટકી જતું નથી, પણ એ ગુણના મૂળમાં જે આજ્ઞા રહેલી છે, એ આજ્ઞાની ગુપ્ત જાણકારી તેમને આવે છે. આજ્ઞાનું સ્થળ આરાધન જીવ સંજ્ઞાના આધારે કરે છે તેથી ભિન્ન ભિન્ન આત્મામાં ભિન્ન ભિન્ન ગુણો ઉત્પન્ન થાય છે, અને ખીલે છે. આ સર્વ આત્માઓના પાંચ સમવાય તથા પંચાસ્તિકાય પણ અલગ અલગ હોય છે. જ્યારે શ્રી ગણધરપ્રભુ, શ્રી પ્રભુના કે જનસમુદાયરૂપ શિષ્યગણના ગુણો જુએ છે ત્યારે તેઓ એ ગુણોને ધારણ કરવા માટે પોતાનાં મન:પર્યવ જ્ઞાનની સહાયથી એ ગુણોને મેળવવા માટે કઈ આજ્ઞાનું પાલન કરવું ઘટે, પાંચ સમવાય તથા પંચાસ્તિકાયની કેવી આજ્ઞા પાળવી જોઈએ, વગેરે બાબતની સૂક્ષ્માતિસૂક્ષ્મ સમજણ લેતા જાય છે. આમ થવાથી તેમનું શ્રુતકેવળીપણું વિસ્તૃત તથા વિપુલ થતું જાય છે. શ્રુતકેવળીપણાની આવી વિપુલતા સામાન્યપણે શ્રી તીર્થંકર પ્રભુ સિવાય અન્ય કોઈ પણ જીવને આવતી નથી. પણ તેમના આ ભવ્ય પુરુષાર્થને અનુલક્ષીને શ્રી ગણધરને શ્રી તીર્થંકર પ્રભુની માફક ક્ષપક શ્રેણિનું વરદાન
૧૦૧