________________
કેવળી પ્રભુનો સાથ
મળે છે; અને ગણધર નામકર્મ ઉદયમાં આવ્યા પછી પુરુષાર્થની શુક્લતાનું વરદાન પણ મળે છે. પુરુષાર્થની શુક્લતા એટલે પૂર્વે કર્યો હોય તેટલો જ પુરુષાર્થ રહે, વધે પણ ક્યારેય ઘટે નહિ કે મંદ થાય નહિ. આવા શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતના અપૂર્વ સાથને કારણે શ્રી ગણધર પ્રભુને અતિ ગાઢ તથા વિપુલ બ્રહ્મરસ સમાધિ મળે છે. આમ તેઓ આત્માના અનંત ગુણો વિકસાવવા ઉપરાંત એ ગુણો માટે જરૂરી એવી અપૂર્વ આજ્ઞાને જાણી શકે છે, તથા પાળી શકે છે. ધન્ય છે તેમના ભવ્યાતિભવ્ય પુરુષાર્થને! તેમનો પુરુષાર્થ છદ્મસ્થ આત્માઓના પુરુષાર્થમાં ઉત્કૃષ્ટ છે. શ્રી જિન વીતરાગના ધર્મમાં ગણધરનો પુરુષાર્થ સદાય જયવંત વર્તો!
અહો શ્રી સિદ્ધ ભગવાન! અહો શ્રી કેવળી ભગવાન! તમારી વીતરાગતા, કરુણા અને નિસ્પૃહતાને અમારા કોટિ કોટિ વંદન હો, તમે આ લોકમાં કે જ્યાં નિત્યનિગોદ, ઇતર નિગોદ, સાત નરક, આંતરદ્વીપ ઇત્યાદિ અતિ દુ:ખથી ભરેલાં અનેક ક્ષેત્રો રહેલાં છે ત્યાં મુખ્યતાએ દુ:ખમાં સબડતા જીવોનાં ક્ષેત્રોમાં તમે તમારી વીતરાગતા, તમારો કલ્યાણભાવ, તમારી શાંતિ, તમારું આજ્ઞાધીનપણું, તમારી નિસ્પૃહતા આદિને દિનપ્રતિદિન, સમયે સમયે સમૂહરૂપે વધારો છો! અનંતકાળ પહેલાં જેટલા જ્ઞાનીઓ હતા તેનાં કરતાં અત્યારે અનંત જ્ઞાનીઓ વધ્યા છે, કારણ કે એ સર્વેએ કેવળજ્ઞાન લઈ સિદ્ધભૂમિની સિદ્ધિ હાંસલ કરી છે. હજુ પણ આ સંખ્યા વધતી જ જવાની છે. સંસારનાં દુ:ખ, અશાતા, ક્લેશ આદિ આ સંખ્યા ઘટાડી શકનાર તો નથી જ, પણ વધતી અટકાવવા પણ સમર્થ થઈ શકે તેમ નથી. ધર્મ તથા ધર્મ જીવોનો સિદ્ધ આત્મારૂપે સતત વધારો થયા જ કરવાનો છે. આવી આશ્ચર્યકારક હકીકતની જાણ થવાથી, ધર્મ અને ધર્મ જીવો પ્રતિ પ્રેમ, શ્રદ્ધા, વિનય, અહોભાવ તથા ભક્તિ કેમ તથા કોને ન થાય?
અહો! આ કેવી વિચિત્રતા છે? આ સંસારમાં સર્વકાળ માટે અધર્મનું જ વર્ચસ્વ રહેલું જોવા મળે છે, ધર્મ જીવો કરતાં અધર્મ જીવો સદાયને માટે અનંતગણા છે. આવા અધર્મ અને અધર્મીનું બળ ધર્મ સેવતા આત્માની સંખ્યાને
૧૦૨