________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ
વધતી અટકાવી શકતા નથી કે ઓછી કરી શકતા નથી. આવા ધર્મી જીવોની સંખ્યામાં સતત વધારો થયા જ કરે છે.
અરે! બહારની આ જેવી સ્થિતિ છે તેવી જ અંદરની સ્થિતિ પણ છે. શ્રી તીર્થંકર પ્રભુની અનન્ય કૃપા અને કરુણાના આધારે જીવને મિથ્યાત્વ આદિ ચાર કર્મના ગોળાની વચ્ચે પણ રૌદ્રધ્યાનની શરણાગતિ હોવા છતાં આઠ રુચક પ્રદેશ મળે છે. સમય જતાં જીવ પ્રગતિ કરી આ ચક પ્રદેશની સહાયથી અંતરવૃત્તિસ્પર્શ, તથા ગ્રંથિભેદરૂપ આઠ કેવળીગમ્ય પ્રદેશની ભેટ પણ મેળવે છે. જીવના અન્ય અસંખ્ય અશુદ્ધ અજ્ઞાની પ્રદેશો એ આઠ પ્રદેશનાં શુદ્ધિકાર્યને, ધર્મનો સંચાર કરતા અટકાવી શકતા નથી. વળી, રુચક પ્રદેશો ધર્મનો ફેલાવો વીતરાગતા, નિસ્પૃહતા તથા આજ્ઞાધીનપણા સાથે કરે છે, અને આ કાર્ય કરવા માટે જ્યાં સુધી પાંચ સમવાય ભેગા થતાં નથી ત્યાં સુધી એ પ્રદેશો અતિ વીતરાગતા તથા નિસ્પૃહતામાં આ અજ્ઞાની પ્રદેશોની વચ્ચે પણ ટસથી મસ થતા નથી. પરંતુ પાંચે સમવાય જેવા એકઠા થાય છે અને શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના માધ્યમથી જ્યારે એમને પૂર્ણ પરમેષ્ટિની આજ્ઞા મળે છે ત્યારે તેઓ એક પણ સમયના પ્રમાદ વિના આજ્ઞાનુસાર કાર્ય કરે છે. એ કાર્યમાં અસફળતાનો તો અવકાશ જ નથી. તો પણ કાર્યસિદ્ધિ થયા પછી સમય માત્રના વિલંબ વિના તે પોતાની વીતરાગતા તથા નિસ્પૃહતામાં લીન થઈ જાય છે. કરેલી કાર્યસિદ્ધિનો યશ લેવા એક સમયની પણ રાહ જોતા નથી. આ રુચક પ્રદેશો પોતા પર શ્રી તીર્થંકર પ્રભુએ કરેલા અપૂર્વ તથા અકથ્ય દાનની ઋણમુક્તિ કરવા એમની આજ્ઞાનુસાર વર્તે છે. તેમ કરવામાં તેમને નથી થતા કર્તાપણાના ભાવ કે નથી આવતા ભોક્તાપણાના ભાવ. એમાં તો છે માત્ર ૐ ગમય આણાય, આણાય ગમય 3થી ઉપજતી પૂર્ણ આજ્ઞાસિદ્ધિરૂપ પૂર્ણ કલંક રહિત અડોલ સ્થિતિ.
અહો! પૂર્ણાતિપૂર્ણ જ્ઞાન, દર્શન, વીર્ય અને સ્વરૂપનો અનુભવ હોવા છતાં જો એ પ્રદેશો આજ્ઞા વિના કાર્ય કરતાં નથી અને માત્ર મૌન રહે છે. તો છદ્મસ્થ જીવ માટે એવું મૌનપણું કેટલું કર્તવ્યરૂપ તથા ઉપકારી છે, તે વિચારવા યોગ્ય છે.
૧૦૩