________________
કેવળી પ્રભુનો સાથ
આ આઠ પ્રદેશો પોતાનો પુરુષાર્થ, મૌન રહી પોતાનાં આંતરચારિત્ર દ્વારા અન્ય પ્રદેશોને આજ્ઞારૂપે બોધે છે. તે પોતાનો કલ્યાણભાવ તથા કરુણાભાવ અરૂપી માધ્યમમાં જ રાખે છે, જ્યારે તેને પંચપરમેષ્ટિ ભગવંતની આજ્ઞા મળે છે ત્યારે જ તે પોતાના અરૂપી કલ્યાણભાવ તથા કરુણાને રૂપી કરે છે. તે ઉદાહરણથી શ્રી પ્રભુ આપણને એક ગુપ્ત નિયમ સમજાવે છે કે પ્રભુની આજ્ઞા વિના જો બોધ આપવામાં આવે તો બોધક અરૂપી કલ્યાણભાવની અસીમિત વિશાળતાને સ્વચ્છંદના કારણે રૂપી આકાર આપી, કલ્યાણની અપરંપાર અને અસીમિત ભવ્યતાને નાનું રૂપ આપવાનો દોષ કરે છે, અને એ રીતે તે પંચપરમેષ્ટિ ભગવંતનો ગુનેગાર થાય છે. આમ તે કલ્યાણકાર્યમાં પાપશ્રમણીય થાય છે. આ નિયમાનુસાર શ્રી આચાર્યજી છદ્મસ્થ દશામાં વર્તન કરતા હોય છે.
આઠ રુચક પ્રદેશની ગુપ્ત, મૌન તથા ગંભીર આચરણા કલ્યાણમાર્ગને અરૂપી આકાર આપી સનાતન બનાવે છે. રુચક પ્રદેશની આ જાતની આચરણા તેના પુરુષાર્થની લાક્ષણિકતા બતાવે છે; જે છમસ્થ જીવને કલ્યાણમાર્ગમાં સતત રહેવાનો ધોરીમાર્ગ જણાવે છે. શ્રી પ્રભુના ૩ૐ ગુંજનથી આ માર્ગ સરળ બને છે. શ્રી પ્રભુ પરમેષ્ટિની આજ્ઞાનુસાર એ માર્ગને શબ્દદેહ આપવા આજ્ઞા આપે છે, એમની જ કૃપાદૃષ્ટિ તથા આજ્ઞાથી આ દુષ્કર કાર્યને સિદ્ધ કરવા પુરુષાર્થ આદર્યો છે.
શ્રી આચાર્યજીનું ચારિત્ર મુખ્યત્વે અરૂપીપણાનો કંબલ ઓઢીને ઘડાય છે. અહીં કંબલ એટલે આજ્ઞારૂપ પાંચ પરમેષ્ટિ ભગવંતનો સાથ. આ સાથ છબસ્થ જીવને અરૂપીપણાનો લક્ષ કરાવી, તેનાં વર્તનને પણ એવું અરૂપી રૂપ આપવા તથા કલ્યાણભાવની શુદ્ધિ અને સિદ્ધિને અબાધિત રાખવા પ્રયત્નશીલ બનાવે છે. આચાર્યજી એમના શુધ્ધ આચારના માધ્યમથી જાણે છે કે કલ્યાણનાં પરમાણુઓ અપૂર્વ આજ્ઞાકવચમાં જોડાયેલાં છે, જેને માત્ર પાંચ સમવાય જ ભેદી શકે છે. આ આજ્ઞાકવચ પંચપરમેષ્ટિનાં ૐના માધ્યમથી વધારે ને વધારે ઘટ્ટ થતું જાય છે. જો આચાર્યજી પોતાના શક્તિશાળી યોગથી પાંચ સમવાયને એકત્રિત કરે તો, આજ્ઞાકવચના ઘટ્ટતામાં બાધારૂપ કે અંતરાયરૂપ બનવાનું દુર્ભાગ્યે જ
૧/૪