________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ
મેળવે છે. જે એમના પુરુષાર્થની શુદ્ધિમાં બંધનકારક થાય છે. આ કારણે તેઓ માત્ર પંચપરમેષ્ટિની આજ્ઞાથી જ અરૂપી કલ્યાણના આજ્ઞાકવચના ઘટ્ટપણાને રૂપી આકાર આપી, પાંચ સમવાયના સાથથી, એનો પ્રમાણિક ઉપયોગ પાંચ મહાવ્રતની પરમ શુદ્ધિ સાથે કરે છે. આમ કરવાથી એક બાજુ પંચ પરમેષ્ટિ પ્રભુની આજ્ઞાનો ભંગ તો થાય છે, પણ બીજી બાજુ પાંચ સમવાયને એકત્રિત કરવામાં તેનાં રૂપીપણામાં પંચપરમેષ્ટિની અંતર્ગત ભાવના પૂરી કરતા હોવાથી પંચપરમેષ્ટિને ઋણી બનાવે છે. આ ઋણથી મુક્ત થવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત એમને અરૂપી આજ્ઞાને રૂપી રૂપ આપ્યા પછી અરૂપી સ્પંદન માટે તૈયાર કરે છે. આમ અરૂપી સ્પંદન માટેની આદિને સફળ કરવા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ એમનાં મસ્તકનાં પાછળનાં વર્તુળમાં મોટી સંખ્યામાં તથા ઘણી તીવ્રતાથી (એટલે કે intensityથી) આવે છે, જેને લીધે આચાર્યજી રૂપી કલ્યાણભાવમાં રાચતા હોવા છતાં આવી મોટી સંખ્યામાં આવતા પરમાણુઓને ઝીલવા સહજતાએ તૈયાર થવા મૌન થાય છે. તેઓ પહેલાં વચનયોગ તથા કાયયોગથી મૌન થાય છે, પણ એમનો મનોયોગ સાકાર રહે છે, તેથી તે યોગમાં તેઓ મન:પર્યવ જ્ઞાનના માધ્યમથી કલ્યાણનાં પરમાણુઓને તીર્ણરૂપે જોઈ શકે છે. આવી સ્થિતિમાં જ્યાં વચનયોગ તથા કાયયોગ મૌન છે, પણ મનોયોગ અમીન અર્થાત્ સક્રિય છે ત્યાં તેઓ કલ્યાણનાં પરમાણુઓને ગતિ તથા દિશા આપે છે. તેમની મન:પર્યવજ્ઞાનની શુદ્ધિનાં પ્રમાણમાં ગતિ તથા દિશા વધુ ને વધુ તીક્ષ્ણ તથા ઘેરાં થતાં જાય છે, જેથી એક સમય એવો આવે છે કે જ્યારે તેમનો મનોયોગ પણ મૌન થઈ જાય છે. આને લીધે એ રૂપી કલ્યાણનાં પરમાણુઓ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના સાથથી અરૂપી થઈ જાય છે. આ અપૂર્વ ગુપ્ત તેમજ શુદ્ધ માર્ગનાં ઘટકો વિચારીએ તો તેને પાંચ વિભાગમાં વહેંચી શકાય છે. ૧. પ્રાર્થના ૨. ક્ષમાપના ૩. મંત્રસ્મરણ ૪. વિનય અને ૫. આભાર.
આ પાંચે ઘટકોના સહકારથી અર્થાત્ પંચામૃતથી શ્રી આચાર્ય અપૂર્વ બ્રહ્મરસ સમાધિમય કલ્યાણભાવમાં સરે છે. શ્રી આચાર્ય આ બ્રહ્મરસ સમાધિ પામવા
૧૦૫