________________
કેવળી પ્રભુનો સાથ
શુક્લબંધ પામ્યા હોય એવા અતિ વિરલ સિદ્ધાત્મા બિરાજે છે. એમની બાજુમાં જે આત્માઓ છદ્મસ્થ સ્થિતિમાં પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ પામ્યા હોય તેવા વિરલ આત્માઓ સ્થાયી થાય છે. અને તેના છેલ્લા ભાગમાં જેમણે છદ્મસ્થ દશામાં આજ્ઞાનો ધ્રુવબંધ કર્યો હોય તેવા વિરલા જીવો વિરાજે છે.
B વિભાગમાં જે પંચપરમેષ્ટિ જીવોએ છબસ્થ દશામાં કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગ આરાધ્યો હોય અને તે જ માર્ગે કેવળજ્ઞાન લીધું હોય તેઓ આવે છે. અને C વિભાગમાં જે પંચપરમેષ્ટિએ સંવરપ્રેરિત મહાસંવર માર્ગના આરાધનથી મુનિ અવસ્થાથી કેવળજ્ઞાન પામવા સુધીની પ્રગતિ કરી હોય તેઓ રહે છે. આ પરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે છબસ્થ અવસ્થામાં પંચપરમેષ્ટિ પદમાં સમાવિષ્ટ થનાર સર્વ આત્માઓ સંવર પ્રેરિત મહાસંવર માર્ગ, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ અથવા તો આજ્ઞા પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું આરાધન કેવળજ્ઞાન મેળવતા પહેલાં કરતા હોય છે. જે આત્માઓ આજ્ઞા પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું આરાધન કરી કેવળજ્ઞાન લે છે તેઓ કેવળી પર્યાયમાં સહુથી લાંબા ગાળે યોગ સાથે જોડાય છે. વચમાના કાળમાં તેઓ સિદ્ધ સદશ રહે છે. એ જ રીતે કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગને આરાધી કેવળજ્ઞાન પામેલા ભગવંત થોડા ઓછા સમય માટે યોગથી જુદા રહે છે, અને સંવરપ્રેરિત મહાસંવર માર્ગથી કેવળજ્ઞાન સુધી વિકસેલા આત્માઓ તેનાથી પણ અલ્પ સમય માટે યોગથી છૂટા રહી શકે છે. મહાસંવર માર્ગથી કેવળજ્ઞાન પામેલા આત્માઓ તેનાથી પણ ઓછા સમયમાં યોગ સાથે જોડાઈ જાય છે. આમ તેઓની સિદ્ધ સદશ દશા તેમના માર્ગના આરાધનની તરતમતાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટતી જાય છે. આ અપેક્ષાએ સમાન્ય કેવળીપ્રભુ માટે પરમેષ્ટિ સિદ્ધાત્મા સદાય પૂજનીય છે. તેથી તેમના વિનય માટે તથા તેમની પાસેથી બોધનું જે ઋણ એમણે છદ્મસ્થદશામાં લીધું છે તે ઋણથી મુક્ત થવા માટે આવા ઉત્તમ પરમેષ્ટિને તેઓ સિદ્ધભૂમિમાં પોતાની આગલી હરોળમાં સ્થાન આપે છે. એમનામાં રહેલા આ ઉત્તમ વિનયભાવને કારણે એમની સિદ્ધ સદશ દશા ક્રમથી વિશેષ વધતી
૯૮