________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
તીર્થનાં શાસ્ત્રો દ્વારા લોકસમુદાય પાસે કરે છે. સર્વ તીર્થકરોનો એ જ મત છે કે સિદ્ધભૂમિ વચમાંથી પહોળી અને અંતમાં માખીની પાંખ થકી અધિક પાતળી, દૂરથી જોતાં જીવને – આત્માને દેખાય છે. આ સિદ્ધભૂમિમાં સ્થાયી થયેલા આત્માઓની ગોઠવણી અમુક ગુપ્ત છતાં નિશ્ચિત સિદ્ધાંતના આધારે થાય છે. આ ગોઠવણીની સમજણ લેવી તે આપણા પ્રશ્નના યથાર્થ સમાધન માટે જરૂરી છે.
સંસારમાં જેમ પંચપરમેષ્ટિ ભગવંતનું સ્થાન અન્ય સામાન્ય જીવો કરતાં ઘણું ઊંચું છે તેમ સિદ્ધભૂમિમાં પણ પંચપરમેષ્ટિનું સ્થાન ઘણું ઊંચું રહે છે. જે જીવો છદ્મસ્થ અવસ્થામાં પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામે છે જેમકે ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વી વગેરે. અને જે જીવો કે આત્માઓ બે કે બેથી વધારે પદને સ્પર્શીને પંચપરમેષ્ટિપદ પામે છે જેમકે અરિહંતાદિ પ્રભુ. તેઓ બધા સિધ્ધભૂમિના વચ્ચેના ભાગમાં સમાવેશ પામે છે. ટૂંકમાં કહીએ તો સિદ્ધ પદ ઉપરાંતના એક કે વધારે પદમાં જે પરમેષ્ટિ થાય છે તેઓ બધા સિધ્ધભૂમિના મધ્યભાગમાં રહે છે. એમનું સ્થાન ચિત્રમાં x' થી બતાવ્યું છે. આ x વિભાગ સંપૂર્ણ ઘન આકારમાં હોય છે, એટલે કે તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય છે. આ ઘનાકાર X ની બહારના ભાગમાં જે આત્માઓ છદ્મસ્થપણે પરમેષ્ટિપદમાં સ્થાન પામ્યા ન હોય, પણ સિદ્ધ થતાંની સાથે એ પદમાં આવ્યા હોય તેવા શુદ્ધાત્મા રહે છે. આવા આત્માઓનાં સ્થાનને ચિત્રમાં 'D' વિભાગ તરીકે બતાવેલ છે. વચલા ઘનાકારના મુખ્ય ત્રણ વિભાગ થાય છે. તેને A, B, C, તરીકે જણાવ્યા છે. સહુની મધ્યમાં A ભાગ, તેને ફરતો B ભાગ અને તેને ફરતો C ભાગ જોઈ શકાય છે. A ભાગની પટ્ટી સહુથી પાતળી છે, B ભાગનો પટ્ટો તેનાથી પહોળો છે, અને C ભાગ તેનાથી પણ વિશેષ પહોળો છે.
જે આત્મા છદ્મસ્થ અવસ્થાથી શરૂ કરી કેવળજ્ઞાન લેવાના પુરુષાર્થ સુધી મુખ્યતાએ આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગના આધારે પુરુષાર્થ કરી સિદ્ધ થાય છે તેઓ “A' વિભાગમાં સ્થાન પામે છે. આ A વિભાગના બીજા ત્રણ પેટાવિભાગ થાય છે. સૌથી મધ્યમાં જે આત્મા છદ્મસ્થપણે પૂર્ણ આજ્ઞાનો