________________
કેવળી પ્રભુનો સાથ
અન્ય પ્રદેશોને આજ્ઞાધીન થવા અને રહેવા પ્રેરણા આપે છે.
અથવા
અશુદ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની સહાયથી પોતાની ચારિત્રની વિશુદ્ધિ અર્થાત્ વીતરાગતા અને નિસ્પૃહતા વધારતા વધારતા વ્યવહાર(સ્થૂળતા)થી શાતા કે અશાતાનાં નિમિત્તોમાં આજ્ઞાધીન બનતા જાય છે, ત્યારે એક સમયે તે પ્રદેશો વ્યવહારનયથી શાતા અને અશાતાના સંજોગોમાં આજ્ઞાધીન રહે છે. જેને ‘પૂર્ણ આજ્ઞાનો ધ્રુવબંધ' કહેવાય છે. આ સ્થિતિએ પહોંચ્યા પછી સાધકનું આજ્ઞાધીનપણું અમુક માત્રાથી ઓછી માત્રાનું થતું હોતું નથી.
નિર્વિકલ્પ સમાધિ - આત્માની સ્વરૂપમાં એવી રમણતા થાય છે કે તેમાં સૂક્ષ્મ વિકલ્પો પણ ટકતા નથી, રહેતા નથી.
નિર્વેદપ્રેરિત સંવેગ - સંસારની શાતા ભોગવવાની ઇચ્છા મંદ થવાના અનુસંધાનમાં અનુભવાતી સંસારના પરિભ્રમણનો અંત લાવવાની ઇચ્છા અર્થાત્ મોક્ષમાં જવાની તાલાવેલી.
પર્યાયાર્થિક નય - પદાર્થની સમયે સમયે જે પર્યાયો નીપજે છે એટલે કે ફેરફાર થાય છે તેની તે અપેક્ષાથી સમજણ મેળવવી.
પરમાણુ, અરૂપી અતિ સૂક્ષ્મ પરમાણુઓ અનંતની સંખ્યામાં એકઠા થયેલા પુદ્ગલ પરમાણુઓ પણ દૃષ્ટિગોચર ન થાય.
=
પરમાણુ, કલ્યાણનાં (અરૂપી) - કલ્યાણભાવથી ભરેલાં અતિસૂક્ષ્મ પરમાણુઓનો સમૂહ.
૩૧૮
પરમાર્થશુદ્ધિ - જીવની આત્માર્થ પ્રગટવાથી થતી જતી વિશુદ્ધિ.
પરમેષ્ટિ, છદ્મસ્થ જે જીવોને પરમેષ્ટિ પદ ઉદયમાં છે પણ જેઓ હજી કેવળજ્ઞાન પામ્યા નથી તેવા પંચપરમેષ્ટિ. શ્રી ગણધરપ્રભુ, આચાર્યજી, ઉપાધ્યાયજી તથા સાધુસાધ્વીજી છદ્મસ્થ પરમેષ્ટિ છે.
પરમેષ્ટિ, પૂર્ણ - જે જીવોને પરમેષ્ટિ પદ ઉદયમાં છે અને કેવળજ્ઞાન પામ્યા છે અથવા સિદ્ધ થયા છે તેવા પરમેષ્ટિ. શ્રી અરિહંતપ્રભુ અને સિદ્ધપ્રભુ પૂર્ણ પરમેષ્ટિ છે.
પરિગ્રહબુદ્ધિ - જગતનાં કોઈપણ પદાર્થનો ગમો કરી, તે મેળવવાની કે ભોગવવાની વૃત્તિ. પંચપરમેષ્ટિ, અરૂપી પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણભાવથી ભરેલા સૂક્ષ્મ ૫૨માણુઓનો સૂક્ષ્મ પિંડ.
-
પંચામૃત પંચામૃત એટલે પાંચે પ્રકારના પરમેષ્ટિના જીવ સમસ્ત માટેના અમૃતમય કલ્યાણભાવના સુમેળથી જે ‘ૐૐ' પ્રકાશિત થાય છે, તેમાં પરમોત્તમ, સનાતન, કલ્યાણમય અમૃતથી જીવને સિદ્ધભૂમિના અમરત્ત્વને આપવાની શક્તિ રહેલી છે તેનું નિરૂપણ. પ્રદેશો, અશુદ્ધ - આત્માના જે પ્રદેશો ઉપર ઘાતી તથા અઘાતી કર્મનાં પરમાણુઓ લાગેલાં છે તે અશુદ્ધ પ્રદેશો.