________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ
ક્ષમાપના શ્રી પ્રભુએ ક્ષમાપનાને પૂર્વકૃત દોષોની આલોચના કરવા માટે આત્માથી ઉપજતી દુઃખ તથા વેદનાની લાગણી તરીકે ઓળખાવી છે. ક્ષમાપનામાં દાતા પાસે પોતાની ભૂલોનો એકરાર કરી, એ દોષના વિપાક ઉદયને નિર્મૂળ કરવા માટે પશ્ચત્તાપ વેદી, વિપાક ઉદયની ઉણા કરી શ્રી પ્રભુના સાથથી એ કર્મને નિષ્ફળ કરવાનો પ્રયત્ન છે. ક્ષમાપના જ્યારે પ્રાર્થનાના માધ્યમથી થાય છે ત્યારે તેમાં ક્ષમાપના સાથે વિનય તથા અહોભાવ ભળે છે. આ બંને ભળવાથી ક્ષમાપનામાં આજ્ઞારૂપી ધોરીમાર્ગનું નિરૂપણ ક્ષમાપના રૂપી વાહનને મળે છે. આ ધોરી માર્ગ પર ક્ષમાપનારૂપ વાહન સીધી સરળ તથા અતિ તેજ ગતિ સાથે આગળ વધી શકે છે. ભળેલા અહોભાવ તથા વિનયને કારણે, માર્ગમાં બાધા કરનાર અંતરાય તેનું વિપાકરૂપ ધારણ કર્યા પહેલાં જ નાશ પામે છે. જે રીતે યુદ્ધમાં રથી પોતાની ગતિને બાધા પહોંચાડનાર સૈનિકોને બાણથી નિર્મૂળ કરી પોતાની ગતિને અબાધિત બનાવે છે તે જ રીતે જીવ ક્ષમાપનારૂપી વાહનમાં પોતાનાં જ્ઞાન તથા દર્શનગુણને વર્તમાન દશા કરતાં વધમાન કરી વિકસાવે છે. જીવ ક્ષમાપના દ્વારા પોતાના પૂર્વના દોષોને જાણી, એને પ્રાર્થનાના માધ્યમ દ્વારા દાતાર પાસે રજૂ કરી, દાતાર પાસેથી એ દોષોને નિર્મૂળ કરવાનું સમાધાન જાણી, એ સમાધાનને વર્તમાનમાં આદરવા માટે પોતાનું યોગ્ય વીર્ય ઉપજાવી, કાર્યસિદ્ધિ કરવા સર્વ અંતરાયો દૂર કરે છે.
ક્ષમાપનાની ઉત્તમતા મેળવવા માટે બે તત્ત્વો અગત્યનાં છે. ૧. દાતારની શુદ્ધિ તથા વીર્ય ૨. દોષી આત્મા માટે ઉત્તમ ક્ષમાભાવ.
આ બંને પદાર્થની ઉત્તમતા જાણવા શ્રી પ્રભુ સમજાવે છે કે જેમ શ્વેત રંગની ઉત્તમતા માટે સપ્તરંગનું યોગ્ય સંમેલન થવું અનિવાર્ય છે, તેમ ઉત્તમ દાતાર માત્ર અરૂપી પંચપરમેષ્ટિના ઉત્તમ સંમેલનથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે એ અરૂપી પંચપરમેષ્ટિએ લોકની વિશાળતાને સહજ રૂપે માત્ર ચાર સમયમાં
૧૦૯