________________
કેવળી પ્રભુનો સાથ
જ માપી છે; અને જઘન્ય અવસ્થામાં શબ્દદેહથી કલ્યાણ કર્યું છે. આ જીવ અનાદિકાળથી જગતમાં રખડ્યો તથા રઝળ્યો છે. તેમાં તેણે લોકના સર્વ જીવો સાથે વધતા ઓછા પ્રમાણમાં વેરબંધ બાંધ્યા છે. એ વેરની ઉત્તમ ક્ષમા કરવા માટે સિદ્ધ થતાં પહેલાં કેવળી સમુઘાત કરી, રૂપી આત્માની વિશાળતા દ્વારા આખા લોકને સ્પશી સર્વ પુગલ, રોમ તથા પ્રદેશમાં અરિહંત પ્રભુનું મૈત્રીપણું, આચાર્યજીનું સ્પૃહારહિતનું વીતરાગ મૌન, ઉપાધ્યાયજીની કલ્યાણમયી રાગભીની વાણી તથા સાધુસાધ્વીનો કલ્યાણમાર્ગમાં ચાલવાનો વેગ જ્યારે પ્રત્યેક અણુમાં આવે છે, ત્યારે એ મૈત્રીભાવ અરૂપી આકારને ધારણ કરી યોગ્ય વીર્ય આપે છે. આ અરૂપી આકારને અનુભવવા માટે અરૂપી ક્ષમાભાવ, અરૂપી કલ્યાણભાવના માધ્યમથી ઉપજે છે. એ ક્ષમાભાવ આચાર્યજીને મૌનપણે સમુદ્રની ગંભીરતા, વિશાળતા, ઊંડાણ તથા ઇષ્ટ, મિષ્ટ તથા શિષ્ટ ક્ષમાનું દાન આપી ચારિત્રની બાંધણી કરાવે છે.
આ લોકમાં અનંતાનંત જીવો પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છકાય રૂપે પરિભ્રમણ કરી રહ્યા છે. તે સહુનો સમાગમ જીવને ક્યારેય એકસાથે થતો નથી, પણ દરેક કાળે અમુક જીવોના સમાગમમાં તે રહ્યા કરે છે. તેમ છતાં જીવે પોતાના અનાદિકાળનાં પરિભ્રમણમાં એટલા જીવોની ધૂળ તથા સૂમ હિંસા કરી છે કે તેનો સરવાળો કરવામાં આવે તો તે સંખ્યા લોકમાં પરિભ્રમણ કરતાં સર્વ જીવો જેટલી થઈ જાય. અત્યાર સુધીમાં જે જે આત્માઓ સિદ્ધ થયા છે, તે સહુએ લોકના તમામ જીવો સાથેનું વેર પોતા તરફથી છોડી દીધું છે. પરંતુ એ વેરનું મૂળ કર્મકારણ જીવના આત્મા પર કર્મપુદ્ગલ રૂપે લદાયેલું છે; તેનો વિચાર કરતાં લક્ષમાં આવે છે કે આપણને જો પંચપરમેષ્ટિ પ્રેરિત અરૂપી ક્ષમાનો સાથ ન હોત તો આટલા અનંતાનંત જીવોની ક્ષમા જીવ કેવી રીતે માગી શકત? અને ક્ષમા પામી શકત?
જ્યાં દૂભાવેલા આત્માની સંખ્યા અગણિત તથા અનંત છે. ત્યાં એ જીવોની ક્ષમા માગવાનું સાધન કેવી રીતે માપવારૂપ કે મર્યાદિત હોય તો, પૂરતું થઈ શકે ? એ
૧૧૦