________________
કેવળી પ્રભુનો સાથ
અવસ્થા પ્રાપ્ત કરી સિદ્ધભૂમિમાં સ્થિર થઈ જાય છે; અને પૂર્ણતયા કર્મરહિત દશાને અનંતકાળ સુધી માણે છે તે હકીકત અંતમાં રજૂ કરી છે. આમ આ પ્રકરણમાં આખો મોક્ષમાર્ગ અને જીવનો થતો આત્મવિકાસ મને જોવા મળ્યો. ગુરુપૂર્ણિમાની આસપાસથી મેં સમ્મદર્શન વિશે વ્યવસ્થિત લખાણ શરૂ કર્યું, અને પર્યુષણની મહત્તા તથા સમ્યકત્વના ગુણગાન કરવાનો અદ્ભુત આનંદ માણ્યો. રંગેચંગે પર્યુષણ પર્વની આરાધના પૂરી થઈ. - ઈ.સ.૧૯૯૪થી પર્યુષણના વિષયો વિશે ટાંચણ તથા લખાણ કરવાની જે આજ્ઞા આવી હતી, તેમાં ઈ.સ.૧૯૯૮માં થોડો ફેરફાર જણાયો. ગુરુપૂર્ણિમા પહેલાંથી જ જાણકારી આવવા લાગી, અને લખાણને વ્યવસ્થિત કરવા માટે મને વિશેષ સમય મળવા લાગ્યો. તેથી સમ્યક્ત્વ વિશેની જે જે જાણકારી મને શ્રી પ્રભુ તરફથી અનુભવ દ્વારા આવી હતી તેનો ઉપયોગ કરી આ અધ્યયન વિશે લખાણ કર્યું હતું. જાણકારીની દૃષ્ટિએ આ ખૂબ ઉપયોગી અને મહત્ત્વનું પર્યુષણ બન્યું હતું. પરંતુ જ્યારે ઈ.સ.૨૦૦૬માં ‘શ્રી કેવળીપ્રભુનો સાથ' ગ્રંથ માટે આ પ્રકરણ લખવાની આજ્ઞા આવી, ત્યારે તેમાં ઈ.સ.૧૯૯૪નાં અનુભવનાં ટાંચણનો સાથ લઈ તે પ્રકરણને મેં વિશેષ સમૃદ્ધ બનાવવા પૂરો પ્રયત્ન કર્યો હતો.
ઈ.સ.૧૯૯૮ સુધી પ્રભુ જે જે વિષયો પર્યુષણ માટે સૂઝાડે છે તે વિશે તાત્કાલિક અભ્યાસ કરી કાર્ય કરતી હતી. આ વિષયો એકબીજા સાથે સંબંધ ધરાવનાર, સિદ્ધાંતોની ઊંડી સમજણ લેવામાં સહાયક અને મારા માટે વિશેષ પુરુષાર્થ કરવાની જરૂરિયાતવાળા સાબિત થતા જતા હતા. તેથી પર્યુષણ પહેલાં થોડા દિવસે કે ગુરુપૂર્ણિમા આસપાસ વિષય મળે તો મારે યોગ્ય પુરુષાર્થ કરવામાં સમયની ઓછપ અનુભવવી પડે. તેથી ઈ.સ. ૧૯૯૫થી શ્રી પ્રભુએ કૃપા કરીને મને ગુરુપૂર્ણિમા પહેલા અમુક વખતે વિષયો આપવાની શરૂઆત કરી હતી. તેમ થવા પાછળનો હેતુ વિચારતાં, પાછળથી મને સમજાયું હતું કે આ વર્ષો દરમ્યાન હું પ્રભુ પાસે પ્રાર્થના કરતી હતી કે આખું ચાતુર્માસ સારી રીતે આરાધન થાય એવું કાર્ય તમે મારી પાસે કરાવજો. ગુરુપૂર્ણિમા પહેલાં વિષય મળવાથી
૨૮૬