________________
ઉપસંહાર
અડધો હેતુ તો પાર પડી જતો હતો. વળી,મારી પાસે યોગ્ય લખાણ કરાવી. શ્રી કેવળપ્રભુનો સાથ' ગ્રંથની પૂર્વ તૈયારી કરાવવી હતી. આ બીજો હેતુ તો મને ઘણો પાછળથી સમજાયો હતો.
ગ્રંથ લખવાની તૈયારી કરવા માટે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ ઉત્તરોત્તર થતી જવી જોઈએ, એટલે કે જે વિષય વિશે લખાણ કરવાનું હોય તે લખાણ કરવાને યોગ્ય ચારિત્ર હોવું જોઈએ, તે વિષયને લગતાં ભેદરહસ્યોની જાણકારી આવવી જોઈએ, વાણીની યથાર્થતા પ્રગટવી જોઈએ, અને એ માટે લખાણ કરવાનો મહાવરો પણ થતો જવો જોઈએ, એ સમજ મને પ્રભુએ આપી હતી. આ બધું ન થાય તો ગ્રંથની કક્ષા ઉત્તમ પ્રકારની થઈ શકતી નથી એ અનુભવી શકાય તેવી બાબત છે, કેમકે સ્વાનુભવથી થયેલા લખાણનું બળ વિશેષ હોય છે. તેમાં લેખકે સેવેલા કલ્યાણનાં પરમાણુઓ અક્ષરે અક્ષરે ગૂંથાયેલા હોવાથી વાચક પર તેની અસર અલૌકિક થાય છે. અને આ રીતે રચાયેલા ગ્રંથો શકવર્તી બને છે. આવી મારી પાસે તૈયારી કરાવવા માટે પ્રભુ મને તેમના પ્રતિનું શ્રદ્ધાન વિશેષ વિશેષ વધતું જાય એવા પ્રસંગોનો અનુભવ વાસ્તવિક જીવનમાં કરાવતા જતા હતા. તે બધાનું યોગ્ય સંકલન મારા મનમાં થતું જતું હતું. પરિણામે મારા પ્રભુ પ્રતિના અહોભાવ, પૂજ્યભાવ તથા અર્પણભાવમાં સતત વધારો નોંધાતો જતો હતો.
આવા અનુભવોથી મારા મનમાં એ નક્કી થઈ ગયું કે મોક્ષમાર્ગ તો ખૂબ જ સહેલો છે. શાસ્ત્રોએ તેમ જ અનેક વિદ્વાનોએ વર્ણવ્યો છે તેવો દુર્ઘટ નથી. પરંતુ આપ્ત પુરુષોએ જણાવ્યો છે તેવો સરળ, સ્વચ્છ, સુગમ અને સહેલો છે. પરંતુ તે પ્રાપ્ત કરવો અતિ અતિ મુશ્કેલ અને દુર્લભ છે. કેમકે આવો સહેલો અને સુંદર માર્ગ મેળવવા માટે જે સરળતા તથા નિર્માનતાના ગુણો જરૂરી છે તે પ્રાપ્ત કરવા કઠણ છે. એક વખત જો પ્રભુ પ્રતિ, આપ્ત પુરુષ પ્રતિ સાચા પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા જાગે તો સન્માર્ગની પ્રાપ્તિ કરવી, પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના માધ્યમથી સરળ તથા સુગમ બની જાય છે. તેથી તો સમ્યગ્દર્શન
૨૮૭