________________
કેવળી પ્રભુનો સાથ
વર્તે તો જ મન અપ્રમાદી બન્યું કહેવાય. આ દશામાં જ આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવના પ્રતિબંધથી – કર્મ બંધનથી છૂટી, માત્ર ઉદયાનુસાર વીતલોભ બની વિચારી શકે છે. આ પરિસ્થિતિ તો માત્ર કેવળી પર્યાયમાં જ શક્ય છે જ્યારે આત્મા સર્વ ઘાતિ કર્મોથી મુક્ત થઈ સતત સ્વરૂપલીનતા માણે છે. આ કાળમાં આત્માની સ્વરૂપસ્થિરતા એવી હોય છે કે અમુક અમુક સમયના આંતરે માત્ર એક જ સમય માટે યોગ સાથે તે જોડાય છે, ત્યારે અઢળક કલ્યાણભાવ આશ્રવવા છતાં, પૂર્વ સંચિત અઘાતિકર્મોની સતત નિર્જરા પણ તે પ્રત્યેક સમયે કરતો જાય છે. આ રીતે વીતલોભ થઈ – જગતને કલ્યાણનાં પરમાણુની સતત ભેટ આપતા જઈ, પૂર્વકર્મના ઉદયાનુસાર તેની નિર્જરા માટે જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવથી અબંધ બની વિચરવાનો આદર્શ સેવ્યો છે.
આ પ્રમાણે પાંચમી તથા છઠ્ઠી કડીમાં પૂર્ણ શુધ્ધ થવાનો પોતાનો આદર્શ પૂરો કરવા પૂર્ણ ચારિત્રશુદ્ધિ મેળવવાની ભાવના વ્યક્ત કરી છે. આ ધ્યેયને પહોંચી વળવા કષાય જય કેવી રીતે કરવા ધાર્યો છે તે અને તે જયની માત્રાની કઈ હદ ઇચ્છી છે તે રાજપ્રભુએ સાતમી તથા આઠમી કડીમાં વર્ણવ્યું છે. આ કષાય જયને પામવા માટે કેવું આદર્શ આંતરબાહ્ય ચારિત્ર પાળવું છે તેની ભાવના ૯મીથી બારમી કડી સુધીમાં વર્ણવી, ક્ષપક શ્રેણિ માંડવાની ઉત્તમ તૈયારી કરવાનો તેમણે આદર્શ સેવ્યો છે.
ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહિ લોભ સમાન જો. અપૂર્વ .. ૭.
બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો, દેહ જાય પણ માયા થાય ન રોમમાં,
લોભ નહિ જો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ ... ૮ ક્ષપક શ્રેણિમાં પાર ઉતરવા માટે છઠ્ઠા સાતમા ગુણસ્થાને છદ્મસ્થ આત્માએ કષાય જય પરત્વે પૂરેપૂરું ધ્યાન આપવું ઘટે છે, કેમકે જો શ્રેણિ માટે પૂરતી તૈયારી ન થઈ
૬૮