________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા
યોગ સાથેનું જોડાણ પણ ક્રમથી ઘટાડતા જઈ ‘નિજસ્વરૂપ’માં લીન થવા સુધીનો અભિલાષ નિરૂપ્યો છે.
આ અભિલાષને સફળ કરવા યોગને કેવી રીતે પ્રવર્તાવવા છે તેનું વિસ્તરણ તેમણે છઠ્ઠી કડીમાં કર્યું છે.
પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા,
પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો,
દ્રવ્ય, ક્ષેત્ર, ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ
...
૬૭
૬
છઠ્ઠા સાતમા ગુણસ્થાને મુનિ તરીકે વર્તતી વખતે પાંચપ્રકારની ઇન્દ્રિયોના વિષય સુખમાં રાગદ્વેષ રહિતપણું માગી, સર્વ પ્રકારના પ્રમાદથી રહિત બનવાનું વિચાર્યું છે. સામાન્ય રીતે જીવની સર્વ ઇન્દ્રિયો શાતાની શોધમાં ચોતરફ ભટકતી હોય છે, અને સાનૂકુળ સ્થિતિમાં રાગ અને પ્રતિકુળ સ્થિતિમાં દ્વેષનું વેદન જીવ કર્યા કરી, કર્મ વધારતો ફરે છે. આ દશાનું મૂળ સમજી સ્વસ્વરૂપમાં જવા માટે પાંચે ઇન્દ્રિયોના જે શાતા અશાતાના નિમિત્તો છે તેને માટે રાગદ્વેષ રહિત સ્થિતિ માગી છે, આમ ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં સમભાવ આવી જાય તો ઇન્દ્રિયસંયમ સહજ થઈ જાય; એટલે કે ઇન્દ્રિયોને શાતાની શોધમાં આજુબાજુ ભટકવાનું છૂટી જાય. આ તો જ શક્ય બને જો જીવનું મન સ્વસ્વરૂપ માટે ઉદ્યમી બની, પ્રમાદરહિત સ્થિતિમાં પ્રવર્તે. તેથી ‘પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો' એમ કહી મનને સર્વથા અપ્રમાદી કરવાનો નિર્ણય સૂચવ્યો છે. ત્રણે યોગમાં મનોયોગ સહુથી બળવાન છે. મુખ્યતાએ તેની આજ્ઞાએ જીવનાં વાચા અને કાયા પ્રવર્તે છે, આથી મન વશ થાય તો વાણી અને કાયા અને તેના અનુસંધાનમાં ઇન્દ્રિયો પણ વશ થઈ જાય. આ હેતુથી તેમણે મનને પૂર્ણ વશ કરવાનું માગ્યું છે.
જ્યારે આત્મસ્થિરતામાંથી મન ચલિત થાય છે ત્યારે મન પ્રમાદી થતાં જીવ પ્રમાદી થાય છે, કોઈ પણ પ્રકારના પ્રમાદમાં ન રહેતા જીવ સતત સ્વરૂપલીનતામાં