________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
હોય તો તે જીવ ક્ષેપકને બદલે ઉપશમ શ્રેણિમાં જઈ, ભૂલ કરી પાછો નીચે ઊતરી આવે છે, અને તેની કરેલી મહેનત નિષ્ફળ થાય છે. શ્રેણિમાં આવી કોઈ ભૂલ ન થાય તેની તકેદારી માટે સંસાર પરિભ્રમણનાં મૂળ નિમિત્ત રૂપ કષાય જય કરવાનો પુરુષાર્થ તેમણે વર્ણવ્યો છે. અહીં ક્ષાયિક સમકિત મેળવ્યા પછીનો ચારિત્રમોહ નાશ કરવાનો પુરુષાર્થ હોવાથી, મિથ્યાત્વ તોડયા પછી જે ચારિત્રપાલન કરવાનું છે તે માટેનો આદર્શ સેવ્યો છે.
ક્ષાયિક સમકિત લીધા પછી – દર્શનમોહ વ્યતીત થતા ચારિત્રમોહની પ્રકૃતિ તોડવાની રહે છે. ચારિત્રમોહના ચાર કષાય ક્રોધ, માન, માયા તથા લોભ છે, તે પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એવા ચાર વિભાગ છે; આમાંનો અનંતાનુબંધી પ્રકાર તો મિથ્યાત્વના ક્ષય સાથે જ ક્ષય થઈ જાય છે એટલે બાકીના ત્રણ પ્રકારના પ્રત્યેક કષાય અને નોકષાયનો નાશ જીવે શ્રેણિમાં કરી આત્મસ્વરૂપ પ્રગટાવવાનું રહે છે. નોકષાય મૂળ કષાયને ઉદ્દીપ્ત કરવામાં સહાયકારી તત્ત્વ છે, તેથી મૂળ કષાય જતાં તે સહજતાએ નાશ પામી જતા હોવાથી, તેના માટે સ્વતંત્ર પુરુષાર્થની જરૂર રહેતી નથી. આથી અહીં ચાર મૂળ કષાયને કઈ રીતે અને કેટલી હદે છદ્મસ્થ અવસ્થામાં ક્ષીણ કરવા છે તેની ભાવના મૂકી છે. શ્રેણિ શરૂ કરતાં પહેલાં આ કષાયો જેટલા વિશેષ ઉપશમ થાય તેટલી શ્રેણિ નજીક આવે તથા નાની થતી જાય છે, તેથી કષાય ઉપશમની ઉત્કૃષ્ટતા શ્રી રાજપ્રભુએ ઇચ્છા છે. આ ભાવનાને કારણે છઠ્ઠા ગુણસ્થાને મળેલું સર્વ સપુરુષનું કવચ, સાતમાં ગુણસ્થાનમાં આગળ વધતાં છબસ્થ પરમેષ્ટિના કવચમાં પલટાય છે. જેમ જેમ જીવનો કષાય જય થતો જાય છે તેમ તેમ અન્ય જીવો પ્રતિનો પ્રેમભાવ, મૈત્રીભાવ અને કલ્યાણભાવ વધતા જાય છે. આમ થવાથી પંચપરમેષ્ટિ ભગવંત, જેઓ સર્વ જીવના કલ્યાણની ભાવના ભાવે છે તેમના છદ્મસ્થ અવસ્થાનાં (જેમણે પરમેષ્ટિ પદ નિકાચીત કર્યું છે પણ તે પદનો ઉદય થયો નથી તે દશાના) કલ્યાણનાં પરમાણુઓ વિશેષતાએ આકર્ષાઈને આવે છે. અને તેનાં આજ્ઞાકવચને મજબૂત કરતા જઈ ચારિત્રશુદ્ધિ વધારતાં જાય છે. આમ થતાં મુનિનું મહાસંવર માર્ગમાં વિચરવું સહજ થાય છે.