________________
કેવળી પ્રભુનો સાથ
પછી એક લોહી માંસ સાથે દેખાતી ગઈ. તે જગ્યાએ દુ:ખાવો અનુભવાય અને બીજી જ ક્ષણે બીજો ભાગ ઊંચો થઈ સમજાવે કે હવે અહીં દુઃખાવો થવાનો છે. આમ સવારના છ વાગ્યા સુધી ચાલ્યું. પ્રભુકૃપાથી અશુભ કર્મની ઘણી ઘણી નિર્જરા થઈ, અને નવાં કર્મોની વૃદ્ધિ અલ્પતાવાળી હતી. છ વાગે પ્રભુની સંમતિ આવતાં નર્સને બોલાવી સવારનું પેઈન કિલરનું ઈંજેક્શન લીધું. થોડા સમયમાં વેદના ઓછી થવા લાગી. આકરો દુઃખાવો પણ શાંત પરિણામથી પસાર કરી શકાય છે, અને કર્મની બળવાન નિર્જરા પણ કરી શકાય છે, જો પ્રભુની આજ્ઞામાં રહી તેમનો સાથ માગીએ તો; એ અનુભવ મને અતિ સ્પષ્ટતા સાથે મળ્યો. અનુભવ આપવા માટે મેં પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો હતો. અને તેમની આજ્ઞામાં સદાય રાખવા માટેની જોરદાર પ્રાર્થના મારા મનમાં થયા કરતી હતી.
આ પ્રકારે પ્રભુની સહાય મળતી હોવાથી, મને ખૂબ જ શાંતિ પ્રવર્તતી હતી, અને વેદનાને બદલે પ્રભુનાં સાનિધ્યમાં રહેવાથી અનુભવાતી આત્માના આનંદની અનુભૂતિ અગ્રસ્થાને રહી હતી. બીજા દિવસે સવારે ડો. પરાગ મુનશી મને તપાસવા આવ્યા ત્યારે કહે કે, “તમારું ઓપરેશન થયું ન હોય એવી પ્રસન્નતા તમારા મોઢા પર દેખાય છે.” ત્યારે મને થયું કે મારા પર પ્રભુની આ કેવી અદ્ભુત કૃપા છે કે ઓપરેશનના અસહ્ય દર્દને બદલે મને આત્માની શાંતિ અનુભવાય છે! ડોકટરે પહેલા જ દિવસથી હાથની કસરત ચાલુ કરવાનું જણાવ્યું અને તે પ્રમાણે ફીઝીઓથેરેપિસ્ટ ડોકટ૨ કસરત કરાવવા આવ્યા.
ડો. ‘શોભા અત્રે’ કસરત કરાવવા આવ્યા, ત્યારે હાથ એક તસુ જેટલો પણ હલી શકતો ન હતો. મહાકષ્ટથી હાથના હલનચલનની થોડી ક્રિયા કરી, પરંતુ ધોળા દિવસે તારા દેખાઈ ગયા; તેમ છતાં મનની શાંતિ યથાવત્ પ્રવર્તતી હતી તેનું ખૂબ આશ્ચર્ય વેદાતું હતું. દેહ અને આત્મા કેવી રીતે છૂટા પડી શકે છે, તેનું સભાનપણું વેદાતું હતું. છેલ્લા કેટલાક દિવસથી થતી બળવાન પ્રાર્થનાનું આ
xvi