________________
પ્રાકથન
વાગ્યા પછી મને રૂમમાં લાવવામાં આવી, તે પછી હું શુદ્ધિમાં આવી. હું શુદ્ધિમાં આવી ત્યારે મારો અનુભવ હતો કે મારા મનમાં એકધારું પ્રભુની આજ્ઞામાં રહેવા માટેનું સ્મરણ ચાલતું હતું. સાથે સાથે નમસ્કારમંત્ર પણ બોલાતો જતો હતો. મારું મન ઘણું ઘણું શાંત હતું. સાંજે મને જણાવવામાં આવ્યું કે સવારે તો બધાના જીવ ઘણાં ઉચક થઈ ગયા હતાં, કેમકે ઓપરેશન થિયેટરમાં ધાર્યા કરતાં ઘણો વધારે સમય પસાર થઈ ગયો હતો. આમ થવાનું કારણ તો અમને થોડા દિવસો પછીથી ડોકટર મુનશી પાસેથી જ જાણવા મળ્યું હતું.
ઓપરેશનના પહેલા દિવસે હાથનો દુ:ખાવો સારા પ્રમાણમાં હતો, પરંતુ હું સ્મરણમાં વિશેષ રહી હોવાથી, તેની અસર મારા મન ઉપર ખાસ વર્તતી ન હતી. રાત્રે આઠ વાગે નર્સ મને પેઈન કિલરનું ઈજેકશન આપવા આવી. મોઢેથી તો કંઈ જ લેવાનું ન હતું. દવા, સેલાઈન આદિ T.V. થી ચડાવવામાં આવતા હતા. તે વખતે પ્રભુ તરફથી મને સમજ મળી કે મારે આ ઇજેક્શન લેવાનું નથી. એટલે મેં નર્સને ઇજેક્શન ન આપવા માટે વિનંતિ કરી. નર્સ માની ગઈ, ઈજેશન પાછું લઈ ગઈ. રાતના મારી પાસે મારી પુત્રવધુ અમી અને બહેનશ્રી નલીનીબહેન રહેવાના હતા. તેઓ બંનેને શાંતિથી સૂઈ જવા જણાવી, હું દુઃખતા ખભા સાથે સ્મરણમાં લીન થઈ ગઈ. દર્દશામક ઇજેક્શન લીધું ન હોવા છતાં પ્રભુકૃપાથી ત્વરાથી ધ્યાનમાં લીન થઈ ગઈ.
તે રાત્રે સાડાત્રણે હું જાગી ત્યારે ખભામાં અસહ્ય દુઃખાવો હતો. પણ મનમાં અદ્ભુત શાંતિ વર્તતી હતી; ખૂબ જ સ્વસ્થતા હતી. કોઈ ત્રાહિતની વેદના જોતા હોઈએ એવા નિર્લેપભાવથી દર્દ અનુભવતી હતી. એવામાં મારી નજર સામે મને ખભાનો અંદરનો ભાગ ખુલ્લો દેખાયો. જરા જરા વારે મને ખ્યાલ આવતો હતો કે હવે આ જગ્યાએ સખત સણકો આવશે; અને બીજી જ સેકંડે મને એ જગ્યાએ ભયંકર દુ:ખાવો અનુભવાતો હતો. આમ શસ્ત્રક્રિયા કરેલા ખભાના અંદરના ભાગમાં જ્યાં દુ:ખાવો થવાનો હોય તે જગ્યા એક
XV