________________
કેવળી પ્રભુનો સાથ
લંબાવું છું. પ્રભુ! મારા પર એક વિશેષ ઉપકાર કરી તેઓને મારા મિત્ર થવા પ્રેરણા આપશો. જેથી જગતનાં તમામ જીવો સાથેનો મારો વેરભાવ સદ્ય નિવૃત્ત થાય.” “હે પ્રભુ! મારે આજે મોટા ઓપરેશનમાંથી પસાર થવાનું છે, મને તો દેઢ વિશ્વાસ છે કે તમે મારું પલેપલ ધ્યાન રાખવાના જ છો, તેમ છતાં હું આપને વિનંતિ કરું છું કે, પ્રભુ! તમે જ ડોકટરનાં, સ્ટાફનાં, હ્રદયમાં વસી ઓપરેશનનું કાર્ય સફળ કરાવજો. તમે સર્વ શસ્ત્રક્રિયા માટે ડોકટર આદિને દોરતા રહેજો. જેથી મને ઓપરેશન પહેલાં, દરમ્યાન કે પછીના કાળમાં કોઈની પણ સાથે અશુભના ઉદયો આવે નહિ. સહુ સાથેના મૈત્રીભર્યા ઉદયો ચાલુ રહે. સાથે સાથે જે કોઈ દવા, ઈજેકશન આદિ આપવામાં આવે તેનાં જીવાણુઓ સાથે એવી મિત્રતા રખાવજો કે મને રીએકશનની કઠિનાઈ ભોગવવી પડે નહિ. જે જીવો મારા શરીરમાં ઉત્પાત કરી મને દુઃખ આપે છે તે સહુને પણ ખૂબ વિનયભાવથી ખમાવું છું, તેઓ મારા મિત્ર બની મારા શરીરમાંથી વિદાય લે એવી કૃપા કરજો. હે પ્રભુ! તમે સર્વજ્ઞા છો. કૃપા કરી આ સહુ જીવોને શરણ આપી તારજો એ મારી આજની હૃદયપૂર્વકની પ્રાર્થના છે...”
આ રીતે જે જે ભાવો મારા હૃદયમાં આવતા ગયા તે તે ભાવો પ્રાર્થના કે ક્ષમાપના રૂપે હું પ્રભુ સમક્ષ વ્યક્ત કરતી ગઈ. પરિણામે મારું મન પ્રભુએ કરેલા ઉપકારની સ્મૃતિ તથા સહુ માટેના કલ્યાણભાવથી તરબોળ થતું ગયું. સવારના આઠ વાગે મને રૂમમાંથી ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ડોકટર શ્રી પરાગ મુનશીના કહેવા પ્રમાણે ઓપરેશન લગભગ બે કલાક ચાલવાનું હતું. હું ખૂબ શાંત હતી. કોઈ પણ જાતનો ઉચાટ મારા મનમાં હતો નહિ. તેથી થિએટરમાં જતાં જ હું ધ્યાનમાં ચાલી ગઈ. મને ખબર જ ન પડી કે ક્યારે મને એનેસથેસિયા આપ્યું, ક્યારે ઓપરેશન શરૂ કર્યું, અને ક્યારે પૂરું થયું. બપોરે બે
xiv