________________
કેવળી પ્રભુનો સાથ
ખ્યાલ આવ્યો કે ભાઈ કિશોરભાઈ ટેબલ ૫૨ ઘિડયાળ મૂકતા ભૂલી ગયા છે. મેં વિચાર્યું દિવાલ પરની ઘડિયાળ તો છે ને! સવા ચાર વાગવાની ખબર તેનાથી પણ મળી શકશે. પરંતુ સવા ચાર વાગે મારી ઘડિયાળ અનુસાર મેં વાંચન પૂરું કર્યું અને દિવાલની ઘિડયાળમાં જોયું તો ઘિડયાળનાં કાંટા જ દેખાતા ન હતા. બારીમાંથી સૂર્યનો ગ્લેર એવી રીતે એ ઘડિયાળ પર આવતો હતો કે ઘડિયાળમાં સમય જોઈ શકાય નહિ. મને ભગવાનની મારા પરની કૃપા સમજાઈ અને ખૂબ ખૂબ પ્રભુનો આભાર માન્યો. બીજા દિવસે પણ ઘડિયાળ પહેરવાનો આદેશ આવ્યો. આનાકાની વિના હું ઘડિયાળ પહેરીને વાંચનમાં ગઈ. ત્યાં જઈ જોયું તો બીજા દિવસે પણ કિશોરભાઈ ઘડિયાળ મૂકવાનું ચૂકી ગયા હતા. ત્રીજા દિવસે પણ એમ જ બન્યું હતું. આટલી બધી ચોક્કસાઈવાળા શ્રી કિશોરભાઈ ત્રણ ત્રણ દિવસ સુધી ઘડિયાળ મૂકવાનું ભૂલી જાય એ અમારા માટે ખૂબ આશ્ચર્યકારક બિના હતી. પણ તેમને યાદી અપાવવાની ભગવાનની મનાઈ હતી. અમારે તો માત્ર જોયા જ કરવાનું હતું. આમ ને આમ આઠે દિવસ (સંવત્સરી સહિત) ઘડિયાળ મૂકવાનું તેઓ ભૂલી ગયા હતા. અને મને રોજ ઘડિયાળ પહેરીને જ જવાનો આદેશ આવ્યા કરતો હતો. પ્રભુની આજ્ઞા માનવાનું ફળ તો અનુભવાઈ ચૂક્યું હતું, એટલે વિના સંકોચ રોજે ઘિડયાળ પહેરીને જતી હતી. પ્રભુ મારું કેટલું ધ્યાન રાખે છે, મને ક્યાંય મુશ્કેલી થવા દેતાં નથી એ અનુભૂતિ અવિસ્મરણીય છે. એની સાથે નવાઈની વાત તો એ હતી કે મને કોઈએ પણ પૂછ્યું ન હતું કે તમે કેમ ઘિડયાળ પહેરી છે. વિશેષમાં પર્યુષણ પૂરાં થયાં પછીના દિવસે કિશોરભાઈને ઘડિયાળ બાબત પૂછ્યું ત્યાં સુધી પણ તેમને ઘિડયાળ મૂકાઈ ન હતી તેનો લક્ષ આવ્યો ન હતો. પ્રભુએ તેમને કેવી વિસ્મૃતિ કરાવી દીધી હતી! એ આશ્ચર્ય હજુ પણ શમતું નથી. આમ ઈ.સ.૧૯૯૩નાં પર્યુષણમાં પ્રભુની કૃપાનો અનેરો આનંદ અમે માણ્યો હતો.
પર્યુષણમાં મહાત્માઓના ઉત્તમ ગ્રંથ લેવાની પ્રણાલિકામાં ઈ.સ.૧૯૯૪માં ફેરફાર નોંધાયો. એ પછીના વર્ષોમાં પણ તે ફેરફાર ચાલુ હતો. ૧૯૯૪ની
૨૦૮