________________
કેવળી પ્રભુનો સાથ
આ સ્થિતિ જ્યારે ઉપર જણાવેલી પ્રક્રિયા દ્વારા પ્રગતિ પામે છે ત્યારે એ પૂર્ણ આજ્ઞાધીનપણામાં તેની શુદ્ધિ તથા તીક્ષ્ણતા એટલાં જ રહે છે અગર તો વધે છે, એટલે કે પૂર્વની આજ્ઞાધીન સ્થિતિમાં જરા પણ અલ્પતા થતી નથી, બલ્ક વૃદ્ધિ થતી જાય છે, આ દશાને જ્ઞાની પુરુષો ‘પૂર્ણ આન્નાના શુક્લબંધ' તરીકે ઓળખાવે છે. આ પ્રકારે થતી પ્રગતિનાં પ્રત્યેક પગલે કેવળીગમ્ય પ્રદેશો કેટલો અગત્યનો અને અમૂલ્ય ભાગ ભજવે છે તે આપણને સમજાય છે.
જ્યારે પૂર્ણ આન્નાના શુક્લબંધમાં વ્યવહારનયથી સાધકના ઉપયોગની તીક્ષ્ણતા ખૂબ વધે છે ત્યારે તેનો આત્મા સાતમા ગુણસ્થાને શુક્લધ્યાનમાં વ્યવહારથી પૂર્ણ આજ્ઞાના શુક્લબંધ સાથે નિશ્ચયનયથી આજ્ઞાનો ધુવબંધ, પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ કે પૂર્ણ આન્નાના શુક્લબંધનો અનુભવ કરે છે. આ દશા આવતાં તેના કેવળીગમ્ય પ્રદેશો રુચક પ્રદેશો સાથે આજ્ઞાના ધુવબંધનું અનુસંધાન કરી એ ભૂમિકાને પૂર્ણ આજ્ઞાના ધુવબંધ અને પૂર્ણ આજ્ઞાના શુક્લબંધ સુધી લઈ જાય છે.
જ્યારે કેવળીગમ્ય પ્રદેશો રુચક પ્રદેશ સાથે પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ કરે છે ત્યારે ચિત્રમાંનું ત્રીજું પગથિયું બને છે. કેવળીગમ્ય પ્રદેશો આ અનુભવને પોતામાં જ રાખતા નથી, પરંતુ તેઓ આ અનુભવને અન્ય અશુદ્ધ પ્રદેશોને દાનરૂપે આપે છે. જેના થકી તેમનો પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ ઘટ્ટ કે વર્ધમાન થતો જાય છે. એટલું જ નહિ પણ, એ ઉપરાંત તે અશુધ્ધ પ્રદેશો પણ કેવળીગમ્ય પ્રદેશો તથા રુચક પ્રદેશો સાથે અનુસંધાન કરતાં શીખતા જાય છે. જ્યારે કેવળીગમ્ય પ્રદેશોએ કરેલું દાન ચારિત્રની વિશુદ્ધિમાં પરિણમે છે, ત્યારે એ અશુધ્ધ પ્રદેશો આ કેવળીગમ્ય પ્રદેશોની આજ્ઞા લઈને એમની(કેવળીગમ્ય પ્રદેશ) સાથે અનુસંધાન કરે છે. અનુસંધાન થયા પછી કેવળીગમ્ય પ્રદેશો એ અનુભવની લહાણી અન્ય પ્રદેશોને અનુભવ આપવા દ્વારા કરે છે. (આ છે ચિત્રમાંનું ચોથું પગથિયું). આ અનુભવ અનુભવરૂપે મળતો હોવાથી તેની શુદ્ધિ તથા તીક્ષ્ણતા અતિ અતિ પવિત્ર હોય છે. (અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ - શ્રી રાજચંદ્ર) આ પવિત્ર બંધન સાથે પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ પ્રાપ્ત
૧૫૮