________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
થયો હોવાથી, અશુદ્ધ પ્રદેશો પોતાને મળેલા અનુભવદાનને ચારિત્રની વિશુદ્ધિમાં પરિણમાવી શકે છે. તેથી કેવળીગમ્ય પ્રદેશના આદેશ દ્વારા તથા તેમની આજ્ઞાથી અશુદ્ધ પ્રદેશો આ ઋણાનુબંધને પૂર્ણ કરવા પોતામાંથી કેવળ પ્રેરિત આજ્ઞારસ કલ્યાણનાં પરમાણુ દ્વારા રુચક પ્રદેશ પાસે મોકલે છે. કેવળીગમ્ય પ્રદેશો એમનાં બંધનને લીધે (પગથિયું ૩) રુચક પ્રદેશને ગતિ આપવાની તથા અશુદ્ધ પ્રદેશને તેને સ્વીકારવાની (પગથિયું ૪) તૈયારી કરાવે છે. તેમાં તે અશુધ્ધ પ્રદેશની ઓળખાણ દ્વારા રુચક પ્રદેશના આકાર જેવો આકાર તથા તેનું અંતરંગ તૈયાર કરાવે છે. જ્યારે રુચક પ્રદેશ તથા અશુદ્ધ પ્રદેશોની તૈયારી થઈ જાય છે, ત્યારે કેવળીગમ્ય પ્રદેશો અશુદ્ધ પ્રદેશોને આજ્ઞા આપી રુચક પ્રદેશ સાથે તેનું સીધું અનુસંધાન કરાવે છે. (પગથિયું ૫)
આ પરથી લક્ષ આવે છે કે જે અનુભવ પહેલા ચિત્રદ્વારા વર્ણવ્યો હતો, તેની સફળતા પાછળ કેવળીપ્રભુનો સાથ કેટલો બધો કાર્યકારી થયો હોય છે.
આ પ્રક્રિયાના સંચાલન પછી, જ્યારે જ્યારે છબી પંચપરમેષ્ટિના આત્માના અશુદ્ધ પ્રદેશોને (પગથિયું ૬) યોગબળની જરૂર પડે છે, ત્યારે ત્યારે તે પહેલાં પોતાના ગુરુ કેવળીગમ્ય પ્રદેશો પાસે માંગણી કરે છે. કેવળીગમ્ય પ્રદેશો તેઓ બંનેના આરાધ્યદેવ પંચપરમેષ્ટિ પાસે માંગણી કરવા અશુદ્ધ પ્રદેશોને આજ્ઞા આપે છે. આ માંગણી થયા પછી, તેઓ બંને (અશુદ્ધ તેમજ કેવળીગમ્ય પ્રદેશો) એ કલ્યાણની માંગણીની પૂર્તિ અર્થે પંચપરમેષ્ટિના કલ્યાણરસમાંથી યોગબળ ખેંચી કેવળીગમ્ય પ્રદેશો પૂર્વે લીધેલા ઋણથી મુક્ત થાય છે, તથા ભગવંત માટેનો યોગ્ય વિનય તથા આભાર વ્યક્ત કરે છે. આ પછીથી ચિત્રમાં દાખવેલી એકથી પાંચ સુધીની પ્રક્રિયા ફરીથી થાય છે.
આ પ્રમાણે જીવના કેવળીગમ્ય પ્રદેશો આત્માના અન્ય અશુધ્ધ પ્રદેશોને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં ખૂબ અગત્યનો અને અગ્રેસરનો ભાગ ભજવે છે તે સમજાય તેવું છે. કેવળીગમ્ય પ્રદેશોની સહાયથી જીવના અન્ય અશુદ્ધ પ્રદેશો ક્રમે કરીને
૧પ૯