________________
કેવળી પ્રભુનો સાથ
શુદ્ધ થતા જાય છે, તે વખતે તેમને પોતાના ઉધ્ધારક એવા કેવળીગમ્ય પ્રદેશો પ્રતિ ભાવ વર્તે છે કે –
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.”
- શ્રી રાજચંદ્ર. આત્મસિદ્ધિશાસ્ત્ર ગા. ૧
આત્માનાં શુદ્ધ સ્વરૂપને સમજ્યા વિના, જીવ મિથ્યાત્વરૂપી મહાસાગરના અંધકારમાં સુખનાં ઝાંવાં નાખતાં નાખતાં, હકીકતમાં અનંત કાળથી દુ:ખમાં રીબાતો જ રહ્યો છે. પરમ સગુરુ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની પરમ કૃપાથી એ જીવ શિવસ્થાન સુધી પહોંચવાના પર્યટન માટે, નિત્યનિગોદની મહામહા અંધકારમય સ્થિતિમાંથી શ્રી અરિહંત પ્રભુની અવર્ણનીય કૃપાથી તથા શ્રી કેવળીપ્રભુના પરમ ઉપકારી તેમજ અગત્યના સાથથી તે ત્યાંથી બહાર નીકળી શક્યો, અને તેનું સંસારનું પરિભ્રમણ શરૂ થયું. સંસારી દુ:ખના એ મહાસાગરમાં મિથ્યાત્વનાં ઉગ્ર વમળ તથા ભીંસને કારણે તે અનંતવાર સંસારસમુદ્રના પેટાળરૂપ ઇતરનિગોદમાં નપુંસકવેદે માત્ર સૂક્ષ્મ એક જ ઇન્દ્રિય સાથે દુઃખમાં સબડ્યો. ત્યાં શ્રી કેવળ પ્રભુએ સાથ આપી એ અતિ નિર્બળ અને સાધનહીન જીવને પોતાનાં પવિત્ર શરણમાં લઈ, માતા જેમ ગર્ભનાં બાળકનું સંભાળપૂર્વક જતન કરી, પોતે દુઃખ વેઠીને શિશુને જન્મ આપે છે, તેમ જ સંભાળ લઈ એ જીવને ત્રસનાડીમાં રમતો કર્યો. ત્રસનાડીમાં એ દુર્બળ જીવને સબળો બનાવવા, તેની ઈન્દ્રિયો વધારવા પોતે તીર્થસ્થાન બની, એ જીવને કલ્યાણભાવનું તથા શુભભાવનું દાન આપી શ્રી કેવળીપ્રભુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સાથ આપતા ગયા. ઘણીવાર સપુરુષના માધ્યમ દ્વારા શ્રી પ્રભુ પરોક્ષ રીતે સાથ આપતા રહ્યા. આ સાથથી આગળ વધી, તે જીવ જ્યારે સંજ્ઞીપંચેન્દ્રિય થાય છે, અને શ્રી કેવળીપ્રભુનો સાથ મેળવી શ્રી અરિહંતપ્રભુ માટે સૂક્ષ્મ તથા સ્થૂળતાએ પૂજ્યભાવ વેદે છે ત્યારે શ્રી અરિહંતપ્રભુ એ જીવને પહેલીવાર મહાશત્રુ એવા મિથ્યાત્વથી એક સમય માટે
૧૬O