________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
બચાવે છે. જ્યારે એ જીવ વિકાસ કરી, મિથ્યાત્વના ઉદયથી આઠ સમય માટે બચી શકે છે. તે પછીથી, શ્રી અરિહંતપ્રભુ એ જીવને પોતાનાં પ્રતિકરૂપ આઠ કેવળીગમ્ય પ્રદેશોની ભેટરૂપ શુદ્ધિ આપે છે. આ ભેટ અતિ અતિ અગત્યની અને અતિ અતિ મૂલ્યવાન છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંત આ ભેટની સવિસ્તાર સમજણ આપી, તેનું મૂળ સ્વરૂપ તથા તેનો અન્ય પ્રદેશો પર કરાતો ઉપકાર તેમજ અન્ય પ્રદેશોની અશુદ્ધિ ટાળવામાં તેનો ફાળો, આદિ સૂક્ષ્મતાએ અને વિસ્તારથી સમજાવવા અમને આજ્ઞા કરે છે. તેથી તેમની કૃપાથી અને આજ્ઞાથી આ વિસ્તારથી સમજાવવા પ્રયત્ન કર્યો છે. આ ક્ષેત્રે ઉપસ્થિત શાસ્ત્રોમાં એનો આ પ્રકારનો વિસ્તાર જોવા કે જાણવા મળતો નથી, કેમકે તેની પ્રરૂપણા અતિ ગુપ્ત રીતે કરાયેલી છે.
જ્યાં કર્મબંધન છે ત્યાં આત્મપ્રદેશના ફરતી તેજસ્ તેમજ કાર્પણ શરીરની ઉપસ્થિતિ છે, જે એ પ્રદેશનાં બંધન તથા ભાવનું પ્રતિબિંબ છે. જીવ જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી તેને તેજ અને કાશ્મણ શરીર રહે છે.
જ્યારે તે જીવ પૂર્ણાત્મા થઈ, કેવળી સમુદ્યાતથી લોકમાં વિસ્તરી, લોકકલ્યાણનું ઉત્કૃષ્ટપણું વેદી, ચૌદમાં ગુણસ્થાનને સ્પશી, યોગ સંધી, સિદ્ધભૂમિમાં અડોલ, અકંપ, શુધ્ધ, બુધ્ધ અને ચૈતન્યઘન થવા જાય છે ત્યારે તેનાં તેજસ્ અને કાર્પણ શરીર આત્માથી છૂટાં પડે છે. આમ થવાનું ગુપ્ત કારણ શ્રી પ્રભુ સમજાવે છે કે એ તેજસ્ અને કાશ્મણ શરીરમાં જીવનાં અઘાતી અંતરાય કર્મ રહેલાં છે. એમાંની મોક્ષની અંતરાય, ચૈતન્યઘન બનવાની અંતરાય, વગેરે એ જીવને શિવ બનવા માટે બાધારૂપ થાય છે. શાસ્ત્રોમાં જે આઠ કર્મનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં અંતરાય કર્મને ક્રમમાં સૌથી છેલ્લે મૂકવામાં આવ્યું છે; કેમકે મોક્ષની અંતરાય સૌથી છેલ્લે જાય છે. આ ઉપરાંત, શ્રી પ્રભુ આપણને એ સમજાવે છે કે જીવ જે ભાવ કરે છે તે ભાવની સૌથી પહેલી અસર આ તેજસુ અને કાશ્મણ શરીર પર થાય છે; કારણ કે તેમની ઉપસ્થિતિ આત્માના પ્રદેશથી સૌથી નજીક હોય છે.
આ તેજસ્ તથા કામણ શરીરનાં પરમાણુઓ આત્માના કેવળીગમ્ય પ્રદેશો ઉપર પણ રહેલાં હોય છે. જેમ આત્મા એક જ હોવા છતાં, આત્માને યથાર્થ
૧૬૧