________________
કેવળી પ્રભુનો સાથ
સ્વરૂપે સમજવા માટે તથા સમજાવવા માટે તેના અસંખ્ય પ્રદેશોનું નિરૂપણ શ્રી પ્રભુએ કર્યું છે, સાથે સાથે તે સર્વ પ્રદેશો પર કર્મનાં પરમાણુઓની તરતમતા પણ રહેલી છે તે સમજાવ્યું છે; એ જ રીતે તેજસ્ તથા કાર્મણ શરીરનાં પરમાણુઓની તરતમતા પણ આત્મપ્રદેશો પર રહેલી જોવા મળે છે. અને તેના આધારે તેજસ્ તથા કાર્મણ શરીરની ખાસિયતો આપણને જાણવા મળે છે. જે તેજસુ અને કાશ્મણ શરીરનાં પરમાણુ કેવળીગમ્ય પ્રદેશો પર રહેલાં છે તેની શુદ્ધિ તથા શુચિ, અન્ય પ્રદેશો પર રહેલાં તેજસ્ તથા કામણ શરીરનાં પરમાણુઓની શુદ્ધિ તથા શુચિ કરતાં અપેક્ષાએ ઘણાં વધારે હોય છે. એ પ્રદેશોમાં મુખ્યતાએ શુભ અઘાતી કર્મનાં પરમાણુઓ રહેલાં હોય છે, અને ગૌણતાએ અઘાતી અંતરાયકર્મ પણ છૂપાઈને રહેલું હોય છે.
આ કેવળીગમ્ય પ્રદેશો શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી તથા સહાયથી જન્મ પામેલા હોવાથી તેમાં શ્રી તીર્થંકર પ્રભુના આત્માનાં લક્ષણો સહજપણે રોપાયાં હોય છે. વળી, આ આઠે આઠ કેવળીગમ્ય પ્રદેશો એક જ તીર્થકર પ્રભુનાં માધ્યમથી, માત્ર આઠ સમયના ગાળામાં જ એ તીર્થંકર પ્રભુની આંતરિક પરમાર્થિક સિદ્ધિના આધારે થાય છે. તે પ્રદેશો રુચક પ્રદેશોની જેમ તીર્થંકરદેવની તરતમતાવાળી સ્થિતિના કાળે જન્મતા નથી, પરંતુ તે પ્રદેશો પ્રભુની એક જ ઉત્તમ દશાએ ઉત્પન્ન થાય છે. પરિણામે એ આઠે આઠ કેવળીગમ્ય પ્રદેશો પર તેજસ્ તથા કાર્પણ શરીરનાં બંધારણ તથા પ્રકૃતિ સમાન જ હોય છે. આ પ્રદેશોનાં ઉત્પન્ન થતી વખતનાં બંધારણ તથા પ્રકૃતિ સમાન હોવાને લીધે તેમાં આવતાં અંતરાયકર્મ તથા અંતરાયગુણ પણ સમાન રહે છે. આત્માની ઉચ્ચ દશાએ જ્યારે કેવળીગમ્ય પ્રદેશો સક્રિય થાય છે ત્યારે જ તેમાં અઘાતી કર્મોનું તરતમપણું પ્રવેશે છે, ત્યાર પહેલાં અઘાતી કર્મનું તરતમપણું આવી શકતું નથી. આ કેવળીગમ્ય પ્રદેશો જીવને, શ્રી તીર્થકર પ્રભુનાં તીર્થકર નામકર્મનો ઉદય થયા પછી જ મળતા હોવાથી, એ પ્રદેશોમાં લોકસમસ્તના જીવ માટેના કલ્યાણભાવ સહજરૂપે જ વ્યાપેલા રહે છે.
૧૬૨