________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
અહીં કોઈને સવાલ સતાવે કે જો સર્વ આત્માના કેવળીગમ્ય પ્રદેશો પર લોકસમસ્તના જીવો માટે કલ્યાણભાવ વ્યાપેલા હોય છે તો સર્વ જીવો શા માટે તીર્થંકર થઈ શકતા નથી? આ માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત અદ્ભુત રીતે માર્ગદર્શન આપી સમાધાન કરે છે કે, કેવળીગમ્ય પ્રદેશો લોકકલ્યાણની ભાવના સ્વચ્છંદથી નહિ પણ આજ્ઞાધીન રહીને કરે છે. એમના ગુરુ તથા આજ્ઞાના દાતા રુચક પ્રદેશો છે. આ ન્યાયથી સમજાય છે કે આ રુચક પ્રદેશો જે આઠમા પ્રદેશ દ્વારા રુચકપણું પામ્યા છે તેની પ્રકૃતિ અનુસાર આઠેઆઠ રૂચક પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોને આજ્ઞા આપતા હોય છે. માટે જે જીવ શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી નિત્યનિગોદમાંથી બહાર નીકળ્યો હોય તેનો આઠમો પ્રદેશ તીર્થંકરૂપ હોવાથી તેના આઠેઆઠ પ્રદેશો તીર્થંકરરૂપ રહે છે, અને તેથી એ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોને, શ્રી તીર્થંકર પ્રભુને અનુસરે એ પ્રકારની લોકકલ્યાણની ભાવના કરવાની આજ્ઞા એ જીવની છદ્મસ્થ દશામાં પણ આપે છે. જ્યારે એક જીવ ગણધર કેવળીનાં નિમિત્તથી નિત્યનિગોદની બહાર નીકળ્યો હોય ત્યારે તેના આઠમા પ્રદેશની શક્તિને લીધે બાકીના સાત રુચક પ્રદેશ ગણધરરૂપ બની એ પ્રકારની લોકકલ્યાણની ભાવના કરવાની આજ્ઞા જીવની છદ્મસ્થ દશામાં આપતા હોય છે. એ જ પ્રમાણે જે જીવ સામાન્ય કેવળીપ્રભુનાં નિમિત્તથી નિત્યનિગોદમાંથી બહાર આવ્યો હોય તે જીવના પહેલા સાત રુચક પ્રદેશો તે કેવળીપ્રભુને અનુરૂપ બની, આઠમા પ્રદેશની કક્ષાને અનુસરી, એ પ્રકારના ભાવ કરવાની આજ્ઞા તેના કેવળીગમ્ય પ્રદેશોને કરતા રહે છે. આ સમજણથી શ્રી તીર્થંકર પ્રભુથી નીકળેલો જીવ શા માટે તીર્થંકર થાય છે, ગણધરથી નીકળેલો જીવ શા માટે ગણધર થાય છે અને સામાન્ય કેવળીથી નીકળેલો જીવ શા માટે સામાન્ય કેવળી થાય છે તેની સ્પષ્ટતા મળે છે, અને આ નિયમનું પ્રવર્તન કેવી રીતે થાય છે તેનો ખુલાસો સમજાય છે.
આ ઉપરાંત, શ્રી પંચપરમેષ્ટિ ભગવંત આપણને બીજો એક સિદ્ધાંત સમજાવે છે. કેવળીગમ્ય પ્રદેશો પર સ્થપાયેલાં લોકકલ્યાણનાં પરમાણુના ભાવના બળથી
૧૬૩