________________
કેવળી પ્રભુનો સાથ
જ સર્વ આત્મા ક્ષપક શ્રેણિ માંડતા પહેલાં કે શ્રેણિ માંડયા પછી પણ લોકના સર્વ જીવો માટે કલ્યાણના ભાવ કરી શકે છે, કરે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે પહેલા સાત ચક પ્રદેશો શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તે ખૂલ્યા હોવા છતાં, આઠમા રુચક પ્રદેશને ખોલનારા સિદ્ધ આત્માના પૂર્વ ભાવો તથા કક્ષાનુસાર પહેલા સાત પ્રદેશો કેવી રીતે વર્તતા થાય છે.
શ્રી કેવળીપ્રભુના સાથરૂપ, આઠે કેવળીગમ્ય પ્રદેશો આઠમા રુચક પ્રદેશ અનુસાર, પંચપરમેષ્ટિ ભગવંતની યોગ્ય આજ્ઞામાં રહી, પોતાની કક્ષા પ્રમાણે
રૂપ પંચપરમેષ્ટિ પરમાણુઓમાંથી એ ભાગને જાગૃત કરી, એમાંથી યોગ્ય આજ્ઞારસને સક્રિય કરી, તે રસને યોગ્ય અભિસંધીજ વીર્યમાં પરિણમાવી, કેવળીગમ્ય પ્રદેશ પરનાં તેજસ્ તથા કામણ શરીરને જરૂરી કક્ષાના બનાવે છે. ઉદાહરણ લઈએ. કોઈ સાધુસાધ્વીરૂપ કેવળીથી નિત્યનિગોદમાંથી બહાર નીકળેલા જીવનો આઠમો રુચક પ્રદેશ સાધુસાધ્વીની કક્ષાનો હોવાથી એને પહેલા મળેલા સાતે રુચક પ્રદેશો સાધુસાધ્વીની કક્ષાના થઈ જાય છે. આઠે રુચક પ્રદેશો સાધુસાધ્વીની કક્ષાના બનતા હોવાથી, તેની બાજુના અશુધ્ધ પ્રદેશોને તે પ્રકારની અને તેવા ભાવ કરવાની આજ્ઞા મળતી રહે છે. રુચક પ્રદેશોની બાજુમાં રહેલા આ અશુધ્ધ પ્રદેશો ભાવિમાં શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી કેવળીગમ્યપણું પામે છે. શ્રી તીર્થંકરપ્રભુ એમનું કાર્ય પૂર્ણ પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞામાં રહીને કરે છે, માટે જે સાધુસાધ્વીજી વર્તમાનમાં સિદ્ધ થયા છે તેઓ કેવળીગમ્ય પ્રદેશોની ભેટ આપનાર તીર્થંકર પ્રભુ માટે ગુરુરૂપ હોવાથી, તેઓ તીર્થંકર પ્રભુના આત્માનો યોગ્ય વિનય કરી આઠે કેવળીગમ્ય પ્રદેશોને સાધુસાધ્વીજીની કક્ષા અનુસાર નિર્માણ કરે છે. શ્રી સાધુસાધ્વીરૂપ કેવળીગમ્ય પ્રદેશો સાધુસાધ્વીરૂપ પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓમાંથી સાધુસાધ્વીના ભાગને સક્રિય કરે છે. સાધુસાધ્વીનો સક્રિય થયેલો આજ્ઞારસ કેવળીગમ્ય પ્રદેશો પર સાધુસાધ્વીરૂપ અભિસંધિજ વીર્ય ઉપજાવે છે; એ અભિસંધિજ વીર્ય કેવળીગમ્ય પ્રદેશો પરના તેજસ્ તથા કામણ શરીર પર સાધુસાધ્વીરૂપ પરમાણુઓનું નિર્માણ કરે છે. આ જ પ્રમાણે રુચક પ્રદેશોની
૧૬૪