________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
પ્રત્યક્ષપણે વેદવાની શક્તિ આવતી જાય છે. તેની સાથોસાથ એ કેવળીગમ્ય પ્રદેશો આ વેદનને અન્ય અશુધ્ધ પ્રદેશોને દાનરૂપે આપતા જાય છે. મળેલા આ દાનના પ્રભાવથી એ અશુધ્ધ પ્રદેશો પોતાનાં અભિસંધિજ વીર્યને પરમાર્થ ચારિત્રની ખીલવણી કરવામાં વાપરતા થાય છે, અને એ રીતે કેવળીગમ્ય પ્રદેશો શુધ્ધનો સ્પર્શ કરવાની પોતાની અંતરાયો ક્ષીણ કરતા જાય છે. આ પ્રક્રિયા વારંવાર થતી રહે તો અશુદ્ધ પ્રદેશો વધારે ને વધારે આજ્ઞાધીન બનતા જાય છે. આ આજ્ઞાધીનપણાની ભૂમિકા એવી હદે પહોંચે છે કે જેથી એ સાધકનો આત્મા સ્થૂળરૂપે સતત આજ્ઞાધીન રહેતો થાય છે, જેને જ્ઞાની મહાત્માઓ ધૂળરૂપે અથવા તો વ્યવહારથી “આજ્ઞાન ધુવબંધ' તરીકે ઓળખાવે છે. આજ્ઞાનો ધુવબંધ થયા પછી તે સાધકનો આત્મા વ્યવહારથી અશાતાના ઉદયોમાં આજ્ઞાધીન જ રહે છે. પરંતુ શાતાનાં નિમિત્તો આવતાં તેનું આજ્ઞાધીનપણું ઓછું થઈ જાય છે, અથવા તો નહિવત્ પણ થઈ જાય છે.
આજ્ઞાધીનપણાનો ધુવબંધ થયા પછીની સ્થિતિ જ્યારે વર્ધમાન થાય છે, અને સાધકના કેવળીગમ્ય પ્રદેશો આહારક શરીરના માધ્યમથી જેમ જેમ વીતરાગી સપુરુષ કે કેવળી ભગવાનનો સમાગમ અન્ય અશુધ્ધ પ્રદેશોને વધતી માત્રામાં આપતા જાય છે, તેમ તેમ એ અશુધ્ધ પ્રદેશો વીતરાગતા તથા નિસ્પૃહતાની કેડીએ ચડતા જાય છે, અર્થાત્ પોતાની ચારિત્રની વિશુદ્ધિ વધારતા જાય છે. આ અશુધ્ધ પ્રદેશો જેમ જેમ ચારિત્રની વિશુદ્ધિ કેળવતા જાય છે, તેમ તેમ તે કેવળીગમ્ય પ્રદેશોની અઘાતી અંતરાયો ક્રમથી ક્ષીણ થતી જાય છે. આવા વિકસતા ક્રમમાં જ્યારે અશુદ્ધ પ્રદેશો વ્યવહાર (સ્થૂળતા)થી શાતા કે અશાતાનાં નિમિત્તોમાં આજ્ઞાધીન બનતા જાય છે, ત્યારે એક સમયે તે પ્રદેશો વ્યવહારનયથી શાતા અને અશાતાના સંજોગોમાં આજ્ઞાધીન રહે છે, જેને જ્ઞાની મહાત્માઓ ‘પૂર્ણ આશાના ધ્રુવબંધ' તરીકે ઓળખાવે છે. આ સ્થિતિએ પહોંચ્યા પછી તે સાધકનું આજ્ઞાધીનપણું અમુક માત્રાથી ઓછી માત્રાનું થતું હોતું નથી. બલ્ક આજ્ઞાધીનપણાની તેની નીચેની માત્રા નક્કી થઈ જાય છે.
૧૫૭