________________
કેવળી પ્રભુનો સાથ
સાધકે શું પુરુષાર્થ કરવો જોઈએ? તે દશા મેળવવામાં શ્રી પ્રભુનો સાથ કેવી રીતે અને ક્યા પ્રકારે મળે છે? આ સર્વનો વિચાર કરવો તથા અભ્યાસ કરવો ખૂબ જ ઉપકારી છે, જરૂરી પણ છે. તેથી શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી તથા આજ્ઞાથી આ વિચારણા તથા અભ્યાસ કરવાનો આપણે પુરુષાર્થ કરીએ.
સાધકનો આત્મા જ્યારે ક્ષાયિક સમકિત લીધા પછી છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનની વચ્ચે રમતો હોય છે ત્યારે તેના અશુધ્ધ પ્રદેશો અમુક આત્મસ્થિરતા મેળવ્યા પછીથી ઓછામાં ઓછા સાધુસાધ્વીજીની કક્ષાએ પહોંચ્યા હોય છે. આ અશુધ્ધ પ્રદેશોમાંના અમુક પ્રદેશોની કક્ષા ઉપાધ્યાયજી જેવી હોય છે, અમુક પ્રદેશોની દશા આચાર્યજી જેવી હોય છે અને કેટલાક સાધકોની બાબતમાં અમુક પ્રદેશોની કક્ષા શ્રી ગણધર કે શ્રી અરિહંત પ્રભુની કક્ષા સુધી પણ વિકસી હોય છે, કે જેઓ ભાવિમાં ગણધર કે તીર્થકરપદની પ્રાપ્તિ કરવાના હોય. આવા સાધકના આત્મા પાસે આઠ રુચક પ્રદેશો શ્રી સિદ્ધ ભગવાન જેવા પૂર્ણ શુદ્ધ હોય છે, આઠ કેવળીગમ્ય પ્રદેશો શ્રી અરિહંતપ્રભુ કે કેવળીપ્રભુના આત્મપ્રદેશોની માફક ઘાતકર્મ તથા અશુભ અઘાતી કર્મથી રહિત હોય છે, અને શુભ અઘાતી કર્મો સહિત હોય છે. આવા સાધકનો આત્મા જેમ જેમ પોતાનાં ચારિત્રની ખીલવણી કરતો કરતો આગળ વધતો જાય છે, તેમ તેમ તેના અશુદ્ધ પ્રદેશો ક્રમપૂર્વક વિશેષ વિશેષ આજ્ઞાધીન થતા જાય છે, અને દશામાં ઉચ્ચ સ્થિતિ પામતા જાય છે. જ્યારે આ અશુધ્ધ પ્રદેશોનું આજ્ઞાધીનપણું અમુક માત્રાએ પહોંચે છે ત્યારે તેના કેવળીગમ્ય પ્રદેશોને સક્રિય થવાનાં અંતરાય નિવૃત્ત થઈ ઘટતાં જાય છે. આમ તેનાં અશુધ્ધ પ્રદેશોનું આજ્ઞાધીનપણું વધવા સાથે તેના કેવળીગમ્ય પ્રદેશોમાં સક્રિયપણું આવતું જાય છે. આમ એક પછી એક કેવળીગમ્ય પ્રદેશો સક્રિય થઈ, જ્યારે આઠે આઠ કેવળીગમ્ય પ્રદેશો સક્રિય થઈ જાય છે ત્યારે તેનામાં તેજસ્ તથા કાર્મણ શરીર સાથેનું ભિન્નપણું આવતું જાય છે અને વધતું જાય છે. આનાં ફળરૂપે તેને કેવળીગમ્ય પ્રદેશોમાં આહારક શરીરને જન્મ આપવાની, કાર્ય કરવાની તથા અન્ય પૂર્ણ આત્માની નિસ્પૃહતા તથા વીતરાગતાનો અનુભવ
૧૫૬