________________
શ્રી કેવળ પ્રભુનો સાથ
એ સાધકને શ્રી પંચપરમેષ્ટિનું શિષ્યપણું પ્રાપ્ત થાય છે, અને શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તેના ગુરુરૂપે નિમાય છે. આવી અભુત છતાં અતિગુપ્ત પ્રક્રિયા થવાને લીધે એ સાધક પાંચ સમવાયના કોઈ પણ ગુણાંકમાં (permutation and combination માં) હોય તો પણ એને માર્ગદર્શન તથા યોગબળ મેળવવા માટે અનભિસંધિજ વીર્ય કે અતિ અલ્પ અભિસંધિજ વીર્ય વાપરવું પડે છે. અર્થાત્ તે સાધક અનભિસંધિજ વીર્ય કે અલ્પ અભિસંધિજ વીર્યના ઉપયોગથી આ કલ્યાણનાં પરમાણુઓ તથા માર્ગદર્શન અને યોગબળ મેળવી શકે છે. કેમકે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ લોકવ્યાપી છે. જો એ સાધક કોઈ એક જ ગુરુ માટે તાદાસ્યભાવ રાખતો હોય તો તેને યોગબળ ખેંચવા માટે વધારે પ્રમાણમાં પોતાનું અભિસંધિજ વીર્ય વાપરવું પડે છે; કારણ કે એ સાધક તેમજ ગુરુએ પોતપોતાના પાંચ સમવાયને યોગ્ય રીતે એકબીજાને અનુકૂળ કરવાનાં રહે છે. જે સાધકનું અભિસંધિજ વીર્ય આ બંનેની વચ્ચે હોય છે, અર્થાત્ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને ગુરુ માનવાથી ખેંચાતાં વીર્ય અને ગુરુ પાસેથી યોગબળ ખેંચવાથી મળતાં વીર્યની વચ્ચે છે, તે સાધક આ વીર્યને કેવળીપ્રભુ પ્રેરિત પંચપરમેષ્ટિની પ્રક્રિયામાં વાપરી શકે છે. આ અધિક વીર્યને આ પ્રક્રિયા કરવામાં વાપરવાથી તે સાધકનાં કલ્યાણના પરમાણુઓ વધારે તીક્ષ્ણ થાય છે, એટલું જ નહિ પણ, તેની સંખ્યા તથા જથ્થો પણ વિસ્તૃત રૂપ ધારણ કરે છે, પરિણામે તેની પરમાર્થની અંતરાયો વિશેષતાએ તૂટે છે, આથી એ સાધકને પૂર્ણતા તથા સિદ્ધિ સહજતાઓ, ટૂંકા ગાળામાં તથા પ્રમાણમાં અલ્પ અભિસંધિજ વીર્યના ઉપયોગ કરવાથી પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે શ્રી મલ્લિનાથ પ્રભુની ક્ષપક શ્રેણિ, શ્રી દેવેશ્વર પ્રભુની કૃપક શ્રેણિ તથા તેઓની કેવળી પર્યાયની સિદ્ધિ લઈ શકાય. આ રીતે આવું ઉત્તમ કલ્યાણકાર્ય કરવાથી સાધકની વીતરાગતા તથા નિસ્પૃહતા એટલાં વિશેષ પ્રમાણમાં વર્ધમાન થતાં જાય છે, ખીલતાં જાય છે કે તેમનાં કલ્યાણાદિ સર્વ કાર્યો પૂર્ણ આજ્ઞાના શુક્લબંધ દ્વારા જ થતાં જાય છે. તેથી તેમનું કલ્યાણકાર્ય પણ સમૂહગત તથા પૂર્ણ અજ્ઞાની આજ્ઞાથી જ થાય છે. આવી ઉત્તમ દશાએ પહોંચવા માટે
૧૫૫.