________________
કેવળી પ્રભુનો સાથ
૫. શ્રી પંચપરમેષ્ટિ સાધક શ્રી કેવળીપ્રભુની પૂર્ણતાના માધ્યમથી સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપાના સાધનથી શ્રી સિદ્ધપ્રભુની આજ્ઞામય સમાધિ સાથે સેતુ બાંધે છે.
૬. આ પાંચ અપૂર્વ, ગુપ્ત તથા ગંભીર પ્રક્રિયા થયા પછી તે સાધકના આત્મામાંથી કલ્યાણનાં પ૨મ બિંદુઓ ઊછળી ઊછળીને વિસ્ફોટ પામી આકાશ અસ્તિકાયમાં પુદ્ગલરૂપે સ્થપાય છે, જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા કાળની મર્યાદામાં રહી પંચપરમેષ્ટિનાં સમૂહગત પરમાણુઓમાં સ્થાન પામે છે.
સાધક શ્રી સિદ્ધપ્રભુ પાસેથી આજ્ઞામય શમરૂપ સાદિ અનંત સમાધિનો રસ ધારણ કરી ધર્મનાં સનાતનપણાને અનુભવે છે, અને શ્રી કેવળીપ્રભુ પાસેથી આજ્ઞામય સંવેગ, નિર્વેદ, આસ્થા તથા અનુકંપાનો રસ ધારણ કરી ધર્મનાં મંગલપણાને અનુભવે છે. આ અનુભવ દ્વારા સાધક ધર્મનાં સનાતનપણાને તથા ધર્મનાં મંગલપણાને આજ્ઞાનાં માધ્યમ દ્વારા એવી અપૂર્વ રીતે એકરૂપ કરે છે કે તે બંને એક સિક્કાની બે બાજુ સમાન બની જાય છે. આજ્ઞાની અપૂર્વતા એવી છે કે સનાતનપણું અને મંગલપણું એ બંને ભિન્ન ભિન્ન માધ્યમથી ઉત્પન્ન થતાં હોવાં છતાં બંને જોડકાંરૂપ બની જાય છે. આ રીતે ધર્મનું અભયપણું જ્યારે કલ્યાણનાં પરમાણુઓમાં કવચ બને છે ત્યારે તેમાં ધર્મનાં સનાતનપણાની તથા ધર્મનાં મંગલપણાની લાક્ષણિકતા આવે છે, તેનાં કારણે એ પરમાણુઓ ગમે તે દ્રવ્યમાં, ગમે તે ક્ષેત્રમાં, ગમે તે કાળમાં, ગમે તે ભાવમાં કે ગમે તે ભવમાં કલ્યાણરૂપે જ પરિણમે છે. આ કાર્ય કરવા માટે તેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ સાનુકૂળ રીતે જ વર્તે છે, અને આકાશ એ સર્વને યોગ્ય અવગાહના આપે છે.
જે સાધક આવી સુંદર પ્રક્રિયા દ્વારા કલ્યાણનાં કાર્યને આદરે છે અને આચરે છે, તેને શમસ્વરૂપ સનાતન શાંતિ, અને એ ઉપરાંત સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપારૂપ પુરુષાર્થનાં અંતરાય તૂટતાં જાય છે. આમ અંતરાય તૂટવાથી
૧૫૪