________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
છદ્મસ્થ પંચપરમેષ્ટિ આત્મા પૂર્ણ પંચપરમેષ્ટિની આજ્ઞાથી તથા કૃપાથી વર્તે છે. એ પૂર્ણ પંચપરમેષ્ટિની કૃપાથી એ આત્માના અસંખ્યાત પ્રદેશો જ્યારે એમની આજ્ઞામાં વર્તવા માંડે છે ત્યારે જ શ્રી પ્રભુ એ આત્માને આંતરરૂપથી પંચપરમેષ્ટિ પ્રભુ તરીકે સ્થાન અપાવે છે. પૂર્ણ પંચપરમેષ્ટિની આજ્ઞામાં રહેવા માટે એ જીવે સંસારની સુખબુદ્ધિ તથા મોહથી અલિપ્ત રહેવું જરૂરી બને છે. આમ થવા માટે જ્યારે તે જીવ પુરુષાર્થ કરી પોતાના અડધાથી વધારે પ્રદેશોમાં એવી અલિપ્તતાનો અનુભવ કરી શકે છે ત્યારે તેને પંચપરમેષ્ટિ પદમાં સ્થાન મળે છે. આ પ્રકારની અલિપ્તતા તથા ભક્તિવિનયના માધ્યમથી એ પંચપરમેષ્ટિ આત્માને પૂર્ણ પંચપરમેષ્ટિ પ્રભુ પાસેથી એક અપૂર્વ કવચ મળે છે. આ કવચ ઉત્પન થવામાં મુખ્યતાએ છ પ્રક્રિયાઓ થાય છે. આ પ્રક્રિયાઓને આપણે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ પ્રક્રિયાઓ સમજતી વખતે આપણે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જે પ્રક્રિયા આપણને બહાર જોવામાં આવે છે તે જ પ્રક્રિયા હકીકતમાં આત્માના અંતરંગ પ્રદેશો પર થતી હોય છે. આ છએ પ્રક્રિયાઓને આપણે હવે સમજીએ.
૧. શ્રી સિદ્ધ પ્રભુનો આત્મા પંચપરમેષ્ટિ કલ્યાણનાં પરમાણુઓમાંથી આજ્ઞા
સમાધિરૂપ બોધરસ ખેંચે છે.
૨. શ્રી અરિહંતપ્રભુ, કેવળ પ્રભુનો આત્મા પંચપરમેષ્ટિ કલ્યાણનાં પરમાણુઓમાંથી
આજ્ઞાની પૂર્ણતારૂપ બોધરસ ખેંચે છે.
૩. આજ્ઞાસમાધિ (આજ્ઞામય શમ) તથા આજ્ઞાની પૂર્ણતા (આજ્ઞામય સંવેગ,
નિર્વેદ, આસ્થા તથા અનુકંપા) વચ્ચે શ્રી કેવળી પ્રભુ પ્રેરિત શ્રી સિદ્ધપ્રભુથી શરૂ કરી શ્રી કેવળીપ્રભુ સુધીની આજ્ઞાસેતુ બંધાય છે.
૪. પંચપરમેષ્ટિ સાધક ઉપકારબુદ્ધિ તથા અહોભાવના પરમ સાથ દ્વારા
શ્રી કેવળ પ્રભુ સાથે આજ્ઞાની પૂર્ણતાનો સેતુ બાંધે છે.
૧૫૩