________________
કેવળી પ્રભુનો સાથ
સમજાય છે કે તમારાં કલ્યાણનાં પરમાણુઓ આકાશ અસ્તિકામાં લોકનું તેમજ અલોકનું નિર્માણ કરે છે. આકાશ નિરંતર છે, લોક નિરંતર છે, તે જ રીતે અલોક પણ નિરંતર છે. તેથી તેની જનેતારૂપ પંચપરમેષ્ટિ કલ્યાણનાં પરમાણુઓ નિરંતર જ હોય એ નિયમ સહજતા તથા સરળતાથી સમજાય તેવો છે. આવા નિત્ય થયેલા અનુશાસનને ગુરુપદ આપતાં ૐનિ સમજાવે છે કે રૂપી ગુરુ અરૂપી બને છે, અને રૂપી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તથા ભવ અરૂપી અવસ્થાના પ્રમાણિક સમતોલનમાં પોતાનું વર્ચસ્વ ધારણ કરે છે. જેના થકી દ્રવ્યની મર્યાદા અપરિમિત બને છે, ક્ષેત્રની મર્યાદા અપરિમિત બને છે, કાળની મર્યાદા અપરિમિત બને છે, ભાવની મર્યાદા અપરિમિત બને છે અને ભવની મર્યાદા પણ અપરિમિત બને છે. જો પાંચ સમવાયની બાધા આપના કલ્યાણરસને બાંધી શકતી નથી, અપૂર્ણ આત્માનો મિથ્યાત્વરસ એના આત્મરસ તથા આજ્ઞારસને ઝાંખો કરી શકતો નથી, તો આ કલ્યાણરસને આવું અરૂપી ધૂરંધરપણું આપનાર પ્રક્રિયા કઈ છે? શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની અસીમ કૃપાથી તથા આજ્ઞાથી આ પ્રક્રિયા અહીં સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
કેવળીપ્રભુ પ્રેરિત પંચપરમેષ્ટિ પ્રક્રિયા
અરિહંત કેવળી આત્મા
સિધ્ધાત્મા
છદ્મસ્થ પંચપરમેષ્ટિ આત્મા
આજ્ઞાસમાધિરૂપ - બોધરસ
આજ્ઞાની પૂર્ણતારૂપ બોધરસ
આજ્ઞાસેતુ
પંચપરમેષ્ટિ કલ્યાણનાં પરમાણુ
૧૫૨