________________
કેવળી પ્રભુનો સાથ
તેમ તેમ એકબીજાની સાથે ગૂંથાયેલી સાંકળ સ્પષ્ટ થતી ગઈ. અને મૂળ ગ્રંથરચના માટે પાયો કેવી રીતે નખાતો ગયો તેની સૂઝ પણ પાછળથી આવતી ગઈ હતી.
ઇ.સ. ૧૯૭૭નાં પર્યુષણનો વિષય હતો શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ રચિત ‘કલ્યાણમંદિર સ્તોત્ર'. દેવ, નારક, તિર્યંચ અને મનુષ્યથી ભરેલા ચતુર્ગતિરૂપ આ સંસારમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતો કરતો જીવ સંજ્ઞીપંચેન્દ્રિયપણું પામી
જ્યારે કોઈ આપ્ત પુરુષના આશ્રયે શાશ્વત સુખ પામવાના, સ્વકલ્યાણના ભાવ કરતો થાય છે, ત્યારે તે ભાવ તેનાં જીવનમાં સૂર્ય સમાન તેજ પાથરી, કલ્યાણનાં મંદિરમાં પ્રવેશ કરવાનો તેને અધિકાર આપે છે. આ રીતે દિવાકર જેવા સિદ્ધ પુરુષની કૃપાથી જીવને જ્યાં કલ્યાણ સમાયેલું છે એવા મંદિરમાં પ્રવેશવાનો પરવાનો પ્રાપ્ત થાય છે. મારે માટે સ્વ તથા પરકલ્યાણની ભાવના સાથે પર્યુષણમાં બોલવાનો આ પહેલો જ પ્રસંગ હતો, તે પરથી આ પર્યુષણ માટે મને એવો ગૂઢાર્થ સમજાયો હતો કે પ્રભુ મને સ્વપર કલ્યાણની યોગ્ય તૈયારી કરાવવા માટે નિર્મળ એવાં કલ્યાણનાં મંદિરમાં પ્રવેશ કરાવી ધન્યતા અનુભવાવી રહ્યા છે. આ પ્રવેશને યથાર્થતાએ સફળ કરવા માટે શ્રી સિદ્ધસેન દિવાકરે જેવા અહોભાવ તથા પૂજ્યભાવ શ્રી પાર્શ્વનાથ પ્રભુ માટે સેવ્યા છે, તેવા જ ભાવો મારે પણ સેવવા ઘટે છે. એટલું જ નહિ, પણ આવા ભાવ સેવ્યા વિનાનો જે જે કાળ ભૂતકાળમાં પસાર થયો છે, તે માટે મારે પણ શ્રી સિદ્ધસેન દિવાકરે સેવ્યો છે તેવો બળવાન પશ્ચાત્તાપનો ભાવ અનુભવવો જરૂરી છે. તે પરથી મને એટલા પ્રમાણમાં પ્રાર્થના તથા ક્ષમાપના કરતા રહેવા માટે બળ મળ્યું, મારામાં દઢત્વ આવ્યું.
તે પછી ઈ. સ. ૧૯૭૮નાં પર્યુષણ માટે શ્રી યશોવિજયજી રચિત “આઠ દૃષ્ટિની સઝાય” વિચારવાનો પ્રસંગ આવ્યો શ્રી આનંદઘનજીના સંપર્ક પછી જે આત્મદષ્ટિ શ્રી યશોવિજયજીને પ્રાપ્ત થઈ હતી તેનું નિરૂપણ તેમણે આ આઠ દૃષ્ટિની સક્ઝાયમાં કર્યું છે. સંસારનાં પરિભ્રમણથી છૂટી, જીવમાં જ્યારે સ્વમાં સ્થિર થવાની ઇચ્છાનો આરંભ થાય છે, અને આપ્ત પુરુષના આશ્રયે તેનો સાચો પુરુષાર્થ શરૂ થાય છે ત્યારે તે જીવની મહામોહથી મલિન થયેલી દૃષ્ટિ શુધ્ધ
૨૪૨