________________
૨૦૦૮
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ - પૂર્ણ કલંકરહિત અડોલ દશા.
૨૦૦૯ – શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ.
૨૦૧૦
શ્રી કેવળીપ્રભુનો સાથ.
-
-
ઉપસંહાર
ઈ. સ. ૧૯૭૮ની સાલથી જ્યાં સુધી પર્યુષણનો વિષય મને મળે નહિ, ત્યાં સુધી હું યોગ્ય વિષય મેળવવા માટે પ્રભુ પાસે ક્ષમાપના તથા પ્રાર્થના વિશેષતાએ કરતી. પ્રભુને હ્રદયથી વિનંતિ કરતી કે મને ત્વરાથી સહાય કરી પર્યુષણ માટે જલદીથી વિષય આપો. તે મેળવવામાં મારાં જે કોઈ પૂર્વકર્મ કે વિઘ્નો આડાં આવતાં હોય તેની ક્ષમા માગું છું, કૃપા કરી તેનો ક્ષય કરાવો. આ પ્રકારે વર્તવાથી જ્યારે મારું આજ્ઞાધીનપણું પ્રભુની ઇચ્છાની કક્ષાનું આવતું ત્યારે મને પર્યુષણ માટે વિષય સાંપડતો હતો આમ વ્યવહારિક જીવનમાં પણ મને ધી૨જ રાખવા માટે શ્રી પ્રભુ કેળવણી આપતા જતા હતા.
વિષયની જાણકારી આવ્યા પછી, તેની પર્યુષણમાં યોગ્ય છણાવટ કરવા વાંચન, મનન, નિદિધ્યાસન, પ્રાર્થના આદિનો સથવારો લઈ તૈયારી કરવા લાગતી. યોગ્ય પુરુષાર્થ આકાર ધારણ કરે ત્યારે વિષયની પકડ આવતી, અને શ્રી પ્રભુની અસીમ કૃપાથી અને આજ્ઞાથી પર્યુષણમાં એ જાણકારીને યોગ્ય ન્યાય આપવા હું પુરુષાર્થ કરતી. સામાન્ય રીતે મને પર્યુષણ પહેલા પંદરથી વીસ દિવસે વિષય મળતો, એટલે ત્યારથી શરૂ કરી પર્યુષણ સુધીના મારા દિવસો પુરુષાર્થ તથા આરાધનમય રહેતા. એ દિવસોમાં હું વિશેષતાએ અંતરંગમાં સમાયેલી રહેતી, અને પર્યુષણ માટે સારી રીતે તૈયારી કરી શકતી. તેથી તે બધા દિવસો મારા આનંદના તથા આરાધનના દિવસો બની જતા. આમ ઈ. સ. ૧૯૮૨ સુધીનાં મારાં પર્યુષણો સામાન્ય રીતે પસાર થયા. તે સમય દરમ્યાન શ્રી રાજપ્રભુ પ્રતિનાં મારાં અહોભાવ, પૂજ્યભાવ, આજ્ઞાધીનપણું ક્રમે ક્રમે વધતાં જતાં હતાં, તેનાથી મને ખ્યાલ આવવા લાગ્યો કે આ વિષયો એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, તથા જીવોને માટે કેટલા ઉપકારી થાય તેમ છે. જેમ જેમ વર્ષો વીતતાં ગયાં
૨૪૧