________________
ઉપસંહાર
થવા લાગે છે. તેની દૃષ્ટિમાં – આત્મા પ્રતિના દૃષ્ટિકોણમાં સુધારો નોંધાતો જાય છે. તેને સમજણ લાધે છે કે ગુરૂઆશ્રયે તથા પ્રભઆશ્રયે રહીને પુરુષાર્થ કરવાથી મહામોહનીય કર્મની ચુંગાલમાંથી હું છૂટી શકીશ. ક્રમે કરીને મિત્રા, તારા, બલા, દીપ્તા, સ્થિરા, કાંતા, પ્રભા તથા પરા નામની દૃષ્ટિમાં આવી, હું સાચી યશપતાકા – વિજય પતાકા અર્થાત્ મોક્ષને મેળવી શકીશ. જ્યાં જીવનું કલ્યાણ સમાયું છે, આત્મશુદ્ધિ કરવાનાં બળવાન નિમિત્તો રહેલાં છે તે મંદિરમાં પ્રવેશ કરવાથી અનાદિકાળથી વિભ્રમિત થયેલી મારી મતિ સવળી થતી જવાની છે, અને મારું મુક્તિભણીનું પ્રયાણ આરંભાવાનું છે. આ પર્યુષણમાં મને એવી સમજ મળી હતી કે પ્રભુ મને કલ્યાણના માર્ગમાં આગળ વધારી, પ્રત્યેક દૃષ્ટિની ખૂબી સમજાવી, છેવટે અંતિમ પરા દૃષ્ટિમાં સ્થિર કરવા ઇચ્છે છે. મારે તે માટે યથાર્થ બળવાન પુરુષાર્થ કરવો અતિ આવશ્યક છે.
પ્રભુકૃપાએ યથાર્થ પુરુષાર્થ આદરવાથી, જીવની દૃષ્ટિનું સવળાપણું વધતું જાય છે, પૂર્વની ભૂલો યથાતથ્ય સમજાવા લાગે છે, અને અનાદિકાળથી જે પરિભ્રમણ આ સંસારમાં જીવ કરતો રહ્યો છે તેનાં કારણો જીવને સ્પષ્ટપણે સમજાવા લાગે છે. આ સમજણનાં અનુસંધાનમાં જીવ ભૂલો ક્ષીણ કરવાના ઉપાયો વિચારતો થાય છે. આ સ્થિતિ મારામાં સર્જાતાં, ઈ.સ.૧૯૭૯ના પર્યુષણ માટે મને શ્રીમદ્ રાજચંદ્ર રચિત “અપૂર્વ અવસર” કાવ્ય વિષય તરીકે પ્રાપ્ત થયો હોય તેમ જણાય છે. સર્વોત્તમ પરાષ્ટિ પ્રાપ્ત કરવાના અભિલાષના અનુસંધાનમાં આ કાવ્ય ખૂબ જ યથાસ્થાન જણાય છે. શ્રી રાજપ્રભુએ પરમપદ – મોક્ષપદ મેળવવા માટે કેવો પુરુષાર્થ કરવાનો અભિલાષ સેવ્યો હતો, અને એવો પુરુષાર્થ જો કરવામાં આવે તો તેનું કેવું ફળ મળે તે આ કાવ્યમાં નિરૂપાયું છે. તે પદની સર્વોત્તમ કક્ષા, તેમાં જણાવાયેલા પુરુષાર્થની યથાર્થતા, તે પુરુષાર્થ કરવાનું ફળ આદિ સહુ કોઈ મુમુક્ષુને જાણવું અત્યંત ઉપકારી છે. બીજી રીતે વિચારીએ તો કહી શકાય કે પ્રગટેલી દૃષ્ટિમાં સવળાપણું વધવા લાગે તો જીવને મોક્ષમાર્ગ તથા સત્પરુષનું સાચું મહાભ્ય યોગ્ય રીતે સમજાતું જાય છે; અને પુરુષના આશ્રયે સાચો
૨૪૩