________________
કેવળી પ્રભુનો સાથ
કલ્યાણ
પુરુષાર્થ કરવાથી જીવને અનાદિકાળથી અપ્રાપ્ત એવો અપૂર્વ અવસર મેળવવાનો યોગ આવે છે, તે સ્પષ્ટ થાય છે. અત્યાર સુધીમાં જે કલ્યાણ થયું નથી, તે આત્મશુદ્ધિ કરવાની શક્યતા મંદિરમાં પ્રવેશી સત્યદૃષ્ટિ ગ્રહણ કરવાથી થાય છે, તેવી સભાનતા આવવાથી જીવને ચંદ્રસમાન શીતળતા અને રાજવી જેવો વૈભવ અર્થાત્ આત્માર્થ મળે છે, તેવો અર્થ રાજચંદ્ર પ્રણીત ‘અપૂર્વ અવસર' માંથી ફલિત થાય છે. આ કાવ્યના હાર્દના અભ્યાસ દ્વારા શ્રી રાજપ્રભુ મને આવો બળવાન પુરુષાર્થ કરવાનો નિર્ણય કરવા પ્રેરતા હતા તેવું ભાસતું હતું. મારે માટે પર્યુષણની આરાધનાનું એ સત્ફળ હતું.
—
સંસારનાં બંધનથી છૂટવાની સઘન થતી ઇચ્છાનાં અનુસંધાનમાં જીવ આટલી બધી ચડતી પડતી શા માટે કરે છે! ક્યાં કારણો તેને મુક્ત થતાં અટકાવે છે? નીચેથી ઉ૫૨ જીવ કેવી રીતે ચડે છે, પાછા નીચે ગયા પછી તેને ઉપર ચડવામાં કોણ મદદ કરે છે? વગેરે વગેરે જાણવું મને ખૂબ જરૂરી લાગતું હતું. તેથી ઇ.સ.૧૯૮૦ના પર્યુષણ માટે મને જ્યારે ‘જીવનો વિકાસક્રમ' વિષય મળ્યો ત્યારે તે ખૂબ જ સાનુકૂળ લાગ્યો હતો. વ્યવહારિક પરમાર્થિક પ્રત્યેક સારી પ્રગતિ માટે જીવને સત્પુરુષનો સાથ અનિવાર્ય છે, તેની સહાય વિના સાચી પ્રગતિ થઈ શકતી જ નથી એ સમજણ ન આવે ત્યાં સુધી જીવ પોતાના માન કષાયને જરાય નબળો કરી શકતો નથી. એ પરથી સ્પષ્ટ થાય છે કે જીવના વિકાસ માટે સત્પુરુષ કે આપ્ત પુરુષનો યોગ થવો અનિવાર્ય છે. આત્મકલ્યાણ કરવાના શુભ આશયથી મંદિરમાં પ્રવેશી, વિષમ થયેલી દૃષ્ટિને સમ કરવા જીવ ઝંખે છે, ત્યારે તેને એ અપૂર્વ ઝંખનાનાં ફળરૂપે સમજાય છે કે સંસારમાં રખડતો જીવ કેવા ક્રમથી પ્રભુ સન્મુખ થતો જાય છે. સત્પુરુષનાં કલ્યાણભાવનાં ૫૨માણુના સ્પર્શથી એકેંદ્રિય જીવ કેવા પ્રકારે એક પછી એક ઇન્દ્રિય મેળવતો જાય છે, અને સંક્ષીપંચેન્દ્રિયપણા સુધી પહોંચી જાય છે; તેનો ચિતાર તેને મળે છે. સંશીપંચેન્દ્રિય થયા પછી તે જીવ સત્પુરુષનાં શરણમાં રહી આરાધન કરે તો તે કેવી રીતે અંતરવૃત્તિસ્પર્શ, ઉપશમ સમિત, ક્ષયોપશમ સમતિ, ક્ષાયિક સમકિત આદિ ગ્રહણ કરી આત્માર્થે
૨૪૪