________________
ઉપસંહાર
વિકાસ કરે છે તે તેને સમજાય છે. સાથે સાથે તેને એ પણ સમજાય છે કે જો તે સ્વચ્છંદી બની, પુરુષનો આશ્રય છોડી, સંસારની શાતાનાં પ્રલોભનોમાં પડી વર્તે છે, તો તે ક્રમે કરી ફરીથી એકેંદ્રિયપણા સુધી નીચે ઊતરી જાય છે. ત્યાંથી ફરીથી ઊંચે ચડવા માટે તેણે પુરુષનાં કલ્યાણનાં પરમાણુઓ મેળવવા પ્રતીક્ષા કરવાની રહે છે. આ સમજણથી પંચપરમેષ્ટિ ભગવંતરૂપ સપુરુષ જીવનાં કલ્યાણ માટે કેવા ઉપકારી અને અનિવાર્ય છે તેનો લક્ષ તેને આવે છે. પરિણામે જીવ સપુરુષની પ્રાપ્તિ તથા શરણને ઝંખતો થાય છે. આ પર્યુષણમાં મારામાં એવો દઢ નિર્ણય પ્રવર્યો હતો કે મારે તો હવે નીચે ઊતરવું જ નથી; પણ જે કોઈ મારાથી સમજે તેમને પણ નીચે ન ઊતરવા માટે નિર્ણય કરાવી, રાજપ્રભુ જેવા સપુરુષના આશ્રયે આરાધન કરતા કરવા છે.
આ બધા ભાવના અનુસંધાનમાં જ્યારે ઈ. સ. ૧૯૮૧ના પર્યુષણ પહેલા થોડા દિવસે કૃપાળુદેવ રચિત “આત્મસિદ્ધિશાસ્ત્ર જ્યારે વિષય તરીકે આવ્યો, ત્યારે એક બાજુથી મને ખૂબ આનંદ થયો કે આત્માર્થે વિકાસ કરવા શું જરૂરી છે તે મારાથી સરસ રીતે ગ્રહણ કરી શકાશે, અને અત્યાર સુધીનાં પર્યુષણોમાં કરેલા ભાવોને સાકાર કરવા મને અવકાશ મળશે, તો બીજી બાજુ અનેક રહસ્યોથી ભરેલી આટલી મોટી “આત્મસિદ્ધિ' માત્ર સાત દિવસમાં કેવી રીતે પૂરી કરી શકાશે એ મોટી મુંઝવણ હતી. તેથી આત્મસિદ્ધિમાં ગૂંથાયેલા મુખ્ય મુખ્ય મુદ્દાઓની નોંધ કરી, ગુરુશિષ્યના સંવાદોના મુખ્ય રહસ્યો અને તેની ઉપયોગીતા વિશે વિચારણા કરી, કેટલાક મુદ્દાઓ તારવી લીધા. આગલા વર્ષનાં પર્યુષણના વિષય સાથે તેને સાંકળી લેવા મેં વિચાર્યું. શ્રી પુરુષના આધારે તથા આશ્રયે જીવ કેવી રીતે આત્મવિકાસ સાધે છે, અને સપુરુષથી વિમુખ થવાથી જીવ એકેંદ્રિયપણા સુધી નીચે ઊતરવા જેવી મોટી પછડાટ ખાય છે, તે તો “જીવનો વિકાસક્રમ' વિચારતી વખતે સમજાયું હતું. જે જીવની આવી નીચે ઊતરવાની તૈયારી નથી, તેણે શું કરવું જોઇએ તેનું માર્ગદર્શન જીવને “આત્મસિદ્ધિશાસ્ત્ર' માંથી મળી રહે તેમ છે તે સ્પષ્ટ થયું. જીવ જ્યારે પુરુષનાં અનન્ય શરણને ગ્રહણ કરી, લોકના
૨૪૫.