________________
કેવળી પ્રભુનો સાથ
જીવને પ્રભુજીનું અપૂર્વ, અતિ દુર્લભ તથા અનન્ય શરણું મળે છે. પરિણામે કર્મ સામે તેની જીત નિશ્ચિત થાય છે.
લીધું જેણે શરણ તુજ તો, હાર હોય જ શાની?” આ કથન વિચારતાં સમજાશે કે સંજ્ઞા તથા ઇચ્છાની સહાયતાથી જીવને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ કેટલી સુગમ તથા સુલભ બને છે. આ સુલભતામાં જવા માટે શ્રી પ્રભુ આપણને સમજાવે છે કે –
“હે જીવ! તું જાગ. સમય વ્યર્થ જવા ન દે, કારણ કે આ અપૂર્વ લાભને સફળ કરનારું પાંચ સમવાયનું સંમેલન તો સાદિ સાંત છે. આવી સાદિસાંત સ્થિતિને સાદિ અનંત કરવાનો તારો પુરુષાર્થ એ જ તારી ‘પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંક રહિત અડોલ દશા'. જ્ઞાનીઓ આ લાભની અપૂર્ણતા દર્શાવવા પોકારી પોકારીને કહે છે કે “લો! આ અપૂર્વ લાભ આવિયો
હું પામી છું ખૂબ મારા વીતરાગીનું હેત રે,
તમે તે પામીને છૂટો એ મારી મહેચ્છા રે માટે હે મૂઢ! તું જાગ! ઘણા ઘણા સપુરુષોના અપૂર્વ ઉપકારથી તને જે સંજ્ઞા મળી છે, તે સંજ્ઞાદાનનો સ્વપરકલ્યાણના પુરુષાર્થમાં ઉપયોગ કરી, તે લીધેલાં ઋણને અભયદાનનાં રૂપમાં સ્વાર માટે પરિણમાવ. આમ કરવું એ જ તારો સનાતન ધર્મ છે. તે સનાતન ધર્મને આજ્ઞારૂપી સાગરના ગંભીર સ્વભાવમાં ઝીલ. તે ઝીલવાથી તને સ્વભાવનું સુખ મળશે, શાંતિ મળશે તથા સંતોષ મળશે. આ વાત સત્ય છે, ત્રણે કાળ માટે અનુભવથી નીતરતી છે. માટે હે જીવ! તું તારા કર્મબંધનનાં પાંચ કારણોને આજ્ઞારૂપી સાગરમાં ઓગાળી નાખ, અને સ્વરૂપ સિદ્ધિના આ અપૂર્વ તથા ગંભીર માર્ગને સમજી, તેનું આરાધન કર.”
૧૦