________________
આજ્ઞારસ
થોડા જીવો કે સમસ્ત જીવો માટે વેદાયેલો કલ્યાણનો ભાવ જે પુદ્ગલ પરમાણુઓમાં સમાયો છે તે આજ્ઞારસ છે. એ ભાવ પુદ્ગલ પરમાણુઓમાં ભાવરસરૂપે સમાય છે. તેમાં આજ્ઞાધર્મ, આજ્ઞાતપ સાથે કલ્યાણભાવ પણ સમાયેલા હોય છે. આજ્ઞારસ, અરૂપી શુદ્ધાત્માના આત્મપ્રદેશ પાસેથી પુદ્ગલ પરમાણુના માધ્યમ વિના આજ્ઞારસની પ્રાપ્તિ કરવી તે.
-
આજ્ઞાવીર્ય
-
આજ્ઞારસ (ગુણપ્રેરિત) જીવ પોતાના ગુણો ખીલવતા ખીલવતા પ્રભુને વિશેષ વિશેષ આજ્ઞાધીન થતો જાય છે, અને એ દ્વારા પ્રભુના કલ્યાણનાં પરમાણુઓમાંથી આજ્ઞારસ મેળવતો જાય છે. તે ગુણપ્રેરિત આજ્ઞારસ કહી
શકાય.
આશારસ (ચેતન પ્રેરિત) - કર્મરહિત થયા પછી આત્મા જે આજ્ઞારસ મેળવે છે, તે ચેતનમાંથી નિષ્પન્ન થયેલો હોય છે, આજ્ઞાને મેળવવા કે પાળવામાં પુદ્ગલનું માધ્યમ રહેતું નથી, તેવો આજ્ઞારસ ચેતનપ્રેરિત છે. આજ્ઞારસ(પુદ્ગલ પ્રેરિત) મહાસંવર માર્ગમાં જીવ, પુદ્ગલનાં માધ્યમથી આજ્ઞારસનો આશ્રવ કરે છે, કર્મની નિર્જરા કરે છે અને એ જ આજ્ઞારસથી યોગ્ય વિહાર પણ કરે છે. આ પ્રક્રિયા પુદ્ગલરૂપી કલ્યાણનાં પરમાણુની સહાયથી કરવામાં આવે છે તેથી તે પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસ કહેવાય છે.
આજ્ઞાધીનપણે કરાતી વીર્યની
(શક્તિની) પ્રાપ્તિ.
૩૧૫
પરિશિષ્ટ ૧
આજ્ઞાસમાધિ - આજ્ઞામય શમ. આજ્ઞાધીનપણે કષાયરહિત સ્થિતિ અનુભવવી.
આજ્ઞાસિદ્ધિ, પૂર્ણ - પૂર્ણ આશાસિદ્ધિ એટલે એક સમય માટે પણ જીવનું આજ્ઞાધીનપણું અલ્પ કે ક્ષીણ થાય નહિ અથવા આજ્ઞાની પૂર્ણાતિપૂર્ણ સફળતાનું સિદ્ધત્વ. જે સાતમા ગુણસ્થાનથી વધતાં વધતાં ચૌદમા ગુણસ્થાને આવી સિધ્ધભૂમિમાં પરિપૂર્ણ બને છે.
આશાસેતુ
આન્નારસની પ્રાપ્તિ કરવા માટે છદ્મસ્થ પરમેષ્ટિ શુદ્ધાત્મા સાથે આજ્ઞાધીનપણે અનુસંધાન કરે છે તે.
ઈન્દ્રિયો, આંત૨ - સૂક્ષ્મ ઈન્દ્રિયો.
ઉપાધ્યાયકવચ શ્રી ઉપાધ્યાયજીનાં કલ્યાણનાં પરમાણુના સ્કંધથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. એકાંતવાદ - એક જ અપેક્ષાનો સ્વીકાર કરી જુદી અપેક્ષાએ જે સત્ય હોય તેનો નકાર કરવો.
-
અંતરાય ગુણ જ્યારે જીવનાં અંતરાય કર્મ અંતરાયગુણમાં પલટાય છે, ત્યારે એ જીવ કર્મનાં પુદ્ગલ પરમાણુઓને ખેરવી સ્વરૂપની સન્મુખ જઈ શકે છે. આત્મા જ્યારે સ્વભાવમાં હોય છે ત્યારે તે રૂપી(જડ) પદાર્થ એટલે કે કર્મ માટે અંતરાયરૂપ નીવડે છે. સ્વરૂપની સન્મુખ જવાથી તે જીવ વિભાવ પ્રત્યે અંતરાય વેદી અંતરાય ગુણને ખીલવે છે. અંતરાયકર્મને અંતરાયગુણમાં રૂપાંતિરત કરવા માટે જીવે આજ્ઞામાર્ગ આરાધવો જરૂરી છે, કારણ કે વિભાવથી બાંધેલા