________________
પરિશિષ્ટ ૧
પારિભાષિક શબ્દોનો કોષ
ૐ, અરૂપી - જેમાં માત્ર વેદન હોય, પણ શબ્દદેહ ન હોય તેવો ૐ નો અનુભવ.
ૐ આજ્ઞા - પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞા.
ૐ રૂપી મૌન - ૐની બાબતમાં રૂપી મૌન એટલે શબ્દોચ્ચાર વગરની સ્થિતિ.
ૐ ધ્વનિ - ૐકારનો અવાજ.
ૐૐ ધર્મ - પંચપરમેષ્ટિ પાળે છે તે ધર્મ.
ૐ નાદ - ૐકારનો સ્વર અવિરતપણે આવવો.
ૐ સિદ્ધિ - પ્રભુને પ્રગટેલી ૫૨મ સિદ્ધિ.
-
અખેદપણું ખેદ રહિત સ્થિતિ, જેમાં સ્થિર પરિણામ હોય.
-
અનેકાંતવાદ (અનેકાંત દૃષ્ટિ) - અનેકાંતવાદ એટલે જે વસ્તુ જે અપેક્ષાએ જેમ છે તે અપેક્ષાએ તેમ સમજવી. માત્ર એક જ અપેક્ષાનો સ્વીકાર ન કરતાં જુદી જુદી અપેક્ષાથી પદાર્થનો વિચાર કરવો.
અનુકંપાપ્રેરિત અનુકંપા - અનુકંપા એટલે દયા, કોમળતાવાળા ભાવ. દયાભાવથી પ્રેરાઈને કરેલો શાતા મળે એવો ભાવ.
૩૧૩
અનુકંપાપ્રેરિત આસ્થા - આસ્થા એટલે શ્રદ્ધા. દયાભાવ સહિતની શ્રદ્ધા.
અભયદાન - સહુ જીવો સંસારના દુઃખથી મુક્ત થાય એવા મુખ્ય ભાવ સાથેના કલ્યાણભાવના પરમાણુઓ આત્મપ્રદેશ પરથી છૂટવા.
અભયપણું, ધર્મનું - ધર્મના સાનિધ્યથી સંસારના ભયોથી મુક્ત થવાય તે.
અભેદતા - અભિન્નતા, એકપણું.
અરિહંતકવચ શ્રી અરિહંતપ્રભુનાં કલ્યાણનાં પરમાણુના સંધથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. અરિહંતપણું - શ્રી તીર્થંકર પદ.
અલિપ્તતા નિસ્પૃહતા, પદાર્થોથી છૂટાપણું, અલગપણું અનુભવવું.
અલોક - લોકની બહારનો પ્રદેશ.
અષ્ટમહાસિદ્ધિ અણિમા, મહિમા, ગિરમા, લધીમા, વગેરે નામની આઠ મહાન સિદ્ધિઓ આત્માની શુદ્ધિ વધતાં પ્રગટ થાય છે તે.
-
આચાર્યકવચ શ્રી ગણધરપ્રભુ કે આચાર્યજીનાં કલ્યાણનાં પરમાણુના સંધથી ઉત્પન્ન થતું
આજ્ઞાકવચ.
-