________________
ઉપસંહાર
સંમતિથી તેમણે પૂ. સૌભાગભાઈ પર લખેલા લગભગ ૨૫૦ જેટલા પત્રો, જે “શ્રી સૌભાગ પ્રત્યે” નામના પુસ્તકમાં સંગ્રહિત થયા હતા, તે વાંચન માટે લેવાનું નક્કી કર્યું. આ નક્કી કરવા પાછળ એક રહસ્ય સમાયેલું હતું.
ઇ. સ. ૧૯૬૯માં હું જ્યારે વકીલ એન્ડ સન્સમાં કામ કરતી હતી, ત્યારે લંચના સમયમાં વાંચવા માટે મેં “શ્રી સૌભાગ પ્રત્યે” પુસ્તક રાખ્યું હતું, અને અનુકૂળતાએ તેનું વાંચન કરતી હતી. તેમાંથી મુશ્કેલીના પ્રસંગોએ જીવે કેવી રીતે વર્તવું જોઈએ, મુશ્કેલીઓ પાર કરવા રાજપ્રભુએ કેવી શિખામણ આપી છે તે વિશે સમજવા પ્રયત્ન કરતી હતી, સાથે સાથે તેના સહારાથી મારા આત્મિક ગુણો ખીલવવા પ્રયત્નવાન બની હતી. એ વખતે મને આ ગ્રંથ ખૂબ ખૂબ ઉપકારી લાગ્યો હતો, કેમકે જીવન સુધારવા માટે તેમાંથી મને ઘણું ઘણું માર્ગદર્શન મળતું હતું.
એક દિવસ મારું ઓફિસનું કામ પૂરું થવા આવ્યું હતું, ત્યારે અંદરમાંથી એકાએક ધ્વનિ આવ્યો કે આ કામ પૂરું થાય તે પછી “સૌભાગ પ્રત્યે” પુસ્તક લેજે. કામ પૂરું કરી એ પુસ્તક હાથમાં લીધું. ત્યાં ધ્વનિ ઊઠયો કે, ઘડિયાળ જો, અને પહેલા પત્રથી પુસ્તક વાંચવાનું શરૂ કર.” ઘડિયાળમાં સાંજના ૪:૪૫ થઈ હતી. મેં તે પુસ્તક આજ્ઞાનુસાર અક્ષરશ: વાંચવાનું શરૂ કર્યું. તે વખતે મારા હાથમાં પેન્સીલ હતી, તેનાથી પુસ્તકમાં આજ્ઞાનુસાર હું ટાંચણ કરતી ગઈ. નાની નાની નોંધ કરવા ઉપરાંત અગત્યનાં અને મુખ્ય જણાતાં વક્તવ્ય તેમજ લખાણ નીચે કહ્યા મુજબ લીટી દોરતી ગઈ. આખું પુસ્તક વંચાઈ ગયું ત્યારે અંદરમાંથી અવાજ આવ્યો કે “ઘડિયાળ જો.' કૃપાળુદેવની આજ્ઞા છે એમ સમજી મેં ઘડિયાળમાં જોયું તો માત્ર પંદર જ મિનિટ પસાર થઈ હતી, ઘડિયાળમાં માત્ર પાંચ જ થયા હતા. પહેલી ક્ષણે મને એમ જ લાગ્યું કે ઘડિયાળ બંધ પડી ગઈ છે, પરંતુ સેંકડ કાંટાથી સમજાયું કે ઘડિયાળ તો ચાલુ જ છે. મારાં આશ્ચર્યનો પાર ન રહ્યો. માત્ર પંદર મિનિટમાં ૨૫૦ પાનાં વંચાય જ કઈ રીતે? છતાં, એટલાં પાનાં મેં નોંધ કરતાં કરતાં વાંચ્યા હતાં તે હકીકત હતી. આનું
૨૩૫