________________
કેવળી પ્રભુનો સાથ
રહસ્ય મને સમજાવવા મેં કૃપાળુદેવને મનોમન વિનંતિ કરી, તેમણે મને અદ્ભુત ખુલાસો આપ્યો.
તેમણે કહ્યું. “હું ઝડપથી પાનાં ફેરવતો હોઉં એ રીતે વાંચતો હતો એવાં કેટલાય મુમુક્ષુનાં વિધાનો તને ખૂબ આશ્ચર્યમાં ગરકાવ કરી દેતાં હતાં ને? અને તેનો ખુલાસો તને મળતો ન હોવાથી તું મુંઝાતી હતી. અત્યારે તારું આજ્ઞાધીનપણું ઘણું વધ્યું છે, અને અંતરાયો ક્ષીણ થઈ છે, તેથી આવો અનુભવ કરવો તારા માટે શક્ય બન્યો છે. હવે, તને આ કેવી રીતે થાય છે તે વિગતે સમજાવું છું. સમજ.”
જેવી રીતે કેમેરામાં સેકંડથી પણ ઘણા નાના કાળમાં આખું ચિત્ર કોરાઈ જાય છે, તેવી રીતે એકાગ્રતાવાળા આજ્ઞાધીન જીવને પુસ્તકમાં સામસામા રહેલાં બે પાનાં તેનાથી પણ નાના કાળમાં અંદરમાં કોરાઈ જાય છે, અને તેની સાથે સાથે જ્ઞાનાવરણ હળવું થયું હોવાથી તેના અર્થની સવિસ્તાર સમજણ પણ મળી જાય છે. આ રીતે મેં માત્ર પંદર મિનિટમાં તારી પાસે આ પુસ્તકનાં ૨૫૦ પાનાં મારી આત્મદશાની વર્ધમાનતાની સમજણ આપવા વંચાવી લીધાં, આનાં કારણે તને મારાં જીવનનાં કેટલાંય રહસ્યો સમજાયા છે. જે તને તારા ભાવિ વિકાસ માટે ખૂબ ઉપયોગી નીવડશે.”
અને ખરેખર! તેમનાં જીવનમાં થયેલા આત્મવિકાસની, તેમના તથા સૌભાગભાઈના ઉત્તમ સંબંધની ઘણી રહસ્યમય જાણકારી મને એ ગાળામાં મળી ચૂકી હતી. તે પરથી આજ્ઞાધીન થવાનું અને રહેવાનું મહાભ્ય શું છે, જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધે તો કેટલી ઝડપથી જીવની જાણકારી વધતી જાય, સમયનો સદુપયોગ કેવી રીતે કરી શકાય, નાના કાળમાં ઝાઝું કાર્ય કેવી રીતે થઈ શકે, એ આદિ વિશે મારી સમજણ ઊંડી થઈ હતી. મને પ્રભુકૃપાથી જે પુસ્તકનાં આવાં ઉત્તમ રહસ્યોની જાણકારી મળી હતી, તે પુસ્તકનાં, તે પત્રોનાં રહસ્યો સહુ કોઈ ઇચ્છુક તથા પાત્ર જીવોને જાણવા મળે, તેઓ તેને સમજે, માણે, અનુભવે અને પુરુષાર્થ કરી મોક્ષમાર્ગમાં યથાર્થ રીતે આગળ વધે એવી
૨૩૬