________________
કેવળી પ્રભુનો સાથ
આસ્થા તથા અનુકંપામાં પરકલ્યાણના ભાવનું રોપણ કરે છે. અહો! આવું સાધુસાધ્વીપણું સર્વ જીવોને પ્રાપ્ત થાય કે જેથી તેઓ સર્વ ઉત્તમ વિદ્યાર્થીનું બિરુદ મેળવી, વહેલામાં વહેલી તકે મોક્ષ લક્ષ્મીને વરી શકે.
આમ સમ્યક્ત્વનાં પાંચે લક્ષણો શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા તથા અનુકંપા પ્રત્યેક પંચપરમેષ્ટિમાં વિશિષ્ટ રીતે ખીલેલાં આપણને જોવા મળે છે. સમ્યક્ત્વ એટલે સત્ય. સત્ય એટલે ધર્મ. ધર્મ છે શ્રી વીતરાગ પ્રેરિત આજ્ઞામાર્ગ, જેનાં મુખ્ય પ્રતિક, કર્તા તથા ભોક્તા છે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત. આ શ્રેણિથી વિચારતાં જણાય છે કે સમ્યક્ત્વનાં પાંચે લક્ષણોમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો પુરુષાર્થ તથા તેમનો વકાંટો અંકિત થયેલો છે. શ્રી પ્રભુ પરમ પરમ કરુણાથી આ ભેદરહસ્યને આપણા જેવા દાસ પાસે સરળતાથી તથા સુગમનયથી ખૂલ્લું કરે છે, અને તેમાં રહેલા તેમના પરમ પવિત્ર કલ્યાણભાવને આપણે સારી રીતે અનુભવી શકીએ છીએ.
સંવેગ અર્થાત્ મોક્ષમાં જવાની અભિલાષા એ જીવને માટે ધર્મની શરૂઆત કરવા માટે તથા સ્વપુરુષાર્થ ઉપાડી તેને વેગ આપવા માટે મુખ્ય કારણ બને છે. આથી સંવેગ એ સાધુસાધ્વીના પુરુષાર્થનો મુખ્ય વકાંટો ગણાયો છે. પ્રભુની પાઠશાળાના ઉત્તમ વિદ્યાર્થીઓ એ સાધુસાધ્વીજી છે, તેઓ આ માર્ગના પ્રાથમિક કક્ષાના આરાધકો છે, જેઓ સંવેગના આધારથી જ મોક્ષમાર્ગમાં ચાલવાની પ્રેરણા લઈ પુરુષાર્થ આદરે છે.
સંવેગના આરાધનથી અમુક માત્રામાં જીવને સફળતા મળે છે, ત્યારે પૂર્વકૃત ભૂલોની - પૂર્વ નિબંધિત કર્મોની આલોચના કરવામાં જીવને નિર્વેદ મુખ્ય સાધન થાય છે. નિર્વેદ એટલે સંસારની શાતા ભોગવવાની ઇચ્છાની મંદતા. સંવેગથી આત્મસુખ મેળવવાની તીવ્રતા વધે છે અને તેના અનુસંધાનમાં જીવને સંસારસુખ માણવાની અભિલાષા ઘટતી જાય છે. પરિણામે પૂર્વે સેવેલી સંસારની તીવ્ર વાસનાનાં કારણે બંધાયેલાં કર્મની આલોચના કરવા તરફ જીવ વળે છે. કર્મ એ આત્માથી ભિન્ન પદાર્થ છે, માટે આ આલોચના કરવા, નિર્વેદને યથાર્થરૂપે
૧૪૨