________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ
માત્રામાં આજ્ઞાધીન રહે છે; બાકીની માત્રામાં સ્વચ્છંદી બને છે. આવી મિશ્ર સ્થિતિ પૂર્ણની અપેક્ષાએ તથા ગણધર અને આચાર્યની અપેક્ષાએ અપૂર્ણ છે, પરંતુ જનસમુદાય તથા બાળજીવોને મધ્યસ્થતા તથા શ્રદ્ધા ઉપજાવવા માટે એટલી જ જરૂરી છે. જો શ્રી ઉપાધ્યાયજીનો આ ફાળો ન હોત તો, શ્રી અરિહંત પ્રભુનો વીતરાગ ધર્મ જનસમુદાયને ખૂબ રુચિકર તો જરૂર થાત, પણ એ ધર્મપાલન કરવાનો માર્ગ તેમના માટે કદાચિત અસંભવ થઈ જાત. વળી, તેનાથી વીતરાગ ધર્મના છેડા સુધી પહોંચવામાં અનંતા અનંત ફાંટા ઉપસ્થિત થઈ જાત. એટલું જ નહિ પણ ધર્મની સુગમતા દુર્ગમતામાં પલટાઈ જાત. ઉપાધ્યાયજીના આ અદ્ભુત ફાળાને લક્ષમાં લઈ શ્રી અરિહંત પ્રભુ ગણધરને પ્રેરણા આપે છે, અને ગણધરજી આચાર્યને પ્રેરણા આપે છે, તેનાથી શ્રી ઉપાધ્યાયજીની ખામી એમના વ્યક્તિગત પુરુષાર્થમાં વિઘ્નરૂપ થતી નથી; બલ્કે એમનાથી બંધાતું પરમાર્થ પુણ્ય એમને સ્વરૂપની અનુભૂતિમાં તરબોળ કરવા પરમ અરૂપી વીતરાગતામાં સરાવે છે. અહીં શ્રી પ્રભુ આપણને ઉપાધ્યાયજી, ગણધરજી તથા આચાર્યનો ગુપ્ત ફાળો બતાવે છે. જો આ પ્રક્રિયા થતી ન હોત તો કોઇ પણ જીવ ઉપાધ્યાય થવા તૈયાર જ થાત નહિ અને ધર્મ જનસમુદાય સુધી કદી પહોંચી શકત પણ નહિ.
સર્વ શ્રી સાધુસાધ્વીનાં આસ્થા અને અનુકંપા
શ્રી સાધુસાધ્વીજી સ્વકલ્યાણની અને શ્રી ઉપાધ્યાયજી પ્રેરિત પરકલ્યાણની ભાવનામાં રત રહે છે. સર્વ સાધુસાધ્વીઓના ભાવનો સરવાળો કરી તારણ કાઢીએ તો તેમનાં આસ્થા તથા અનુકંપા બંને સ્વકલ્યાણ અર્થે જ હોય છે. એની સાથે એમનો ઉપાધ્યાયજી માટેનો વિનયભાવ એમનામાં પરકલ્યાણનાં છાંટણાં છાંટી એમની અનુકંપામાં ઉમેરો કરે છે, તેનાથી તેઓ સત્પુરુષપણું પ્રગટાવી, પરકલ્યાણની ભૂમિકા રચવાની શરૂઆત કરે છે. સહુ સાધુસાધ્વીજી જનસમુદાય માટે ઉત્તમ વિદ્યાર્થીનું ઉદાહરણ પૂરું પાડી, પરોક્ષ રીતે એમની સ્વકલ્યાણ પ્રેરિત
૧૪૧