________________
કેવળી પ્રભુનો સાથ
ધારણ કરી, અન્ય શિષ્યગણ પાસે એ પુરુષાર્થ કરાવવામાં પ્રેરણારૂપ બને છે. શ્રી ગણધર અને આચાર્યજીનાં આસ્થા અને અનુકંપામાં એક તફાવત છે. ગણધર પ્રભુ પૂર્ણ આત્માની આજ્ઞા લે છે, અને એ પૂર્ણ આજ્ઞાને છદ્મસ્થ જીવો સમક્ષ આસ્થા તથા અનુકંપા રૂપે પરિણમાવે છે. આચાર્યજી એ જ પ્રક્રિયાને છગ્નસ્થ એવા ગણધર પાસેથી ગ્રહણ કરે છે. અને અન્ય છદ્મસ્થ આત્માને બોધે છે.
શ્રી ઉપાધ્યાયજીનાં આસ્થા અને અનુકંપા શ્રી સિદ્ધપ્રભુ, અરિહંતપ્રભુ, ગણધર અને આચાર્યજીનાં પુરુષાર્થ, વર્તના તથા કલ્યાણભાવ સ્વાર કલ્યાણકારી નીવડે છે. આ કલ્યાણકાર્યમાં મુખ્ય ફાળો એમનાં આસ્થા, અનુકંપા તથા શમ ગુણ પર આધારિત હોય છે. શ્રી પ્રભુ આપણને સમજાવે છે કે સંવેગ અને નિર્વેદ જીવ મુખ્યતાએ સ્વકલ્યાણ અર્થે વેદે છે અને આસ્થા તથા અનુકંપાથી પરકલ્યાણનો તેમનો હેતુ સચવાય છે. પણ આસ્થા તથા શમ એ સંવેગ, નિર્વેદ અને અનુકંપાને સ્વકલ્યાણ, પરકલ્યાણ કે સ્વપકલ્યાણનો આકાર આપી શકે છે. આ વિધાનને વિશેષતાએ વિચારતાં લક્ષ થાય છે કે શ્રી સિદ્ધ, અરિહંત, ગણધર તથા આચાર્યનાં આસ્થા તથા અનુકંપા સ્વપર કલ્યાણકારી થવા માટે, તેમાં સ્વાર કલ્યાણનો પુરુષાર્થ સમાયેલો હોવાથી એમની અનુકંપા એ રૂપ ધારણ કરે છે.
શ્રી ઉપાધ્યાયજીને પરમાર્થ લોભમાં પરકલ્યાણના ભાવનું જોર વિશેષ હોય છે. આ કારણથી તેઓ પોતાની સ્વકલ્યાણની વીતરાગતાની ધારામાં એ રાગપ્રેરિત પરકલ્યાણની ભાવનાને ઠોકી બેસાડે છે. પરિણામે એમનાં આસ્થા અને અનુકંપા જે જોડકાંની જેમ ચાલતાં હતાં તેમાં ફાંટ પડે છે. એમની અનુકંપામાં વીતરાગી સ્વકલ્યાણ તથા સરાગી પરકલ્યાણની ભાવના રોપાય છે. તેનાથી એમની આસ્થા પર જે પ્રત્યાઘાત થાય છે તેમાં ફરક એ આવે છે કે જ્યાં તેમને રાગ પ્રેરિત અનુકંપા વેદાય છે ત્યાં એ પરિણામ આસ્થા પર વર્ચસ્વ સ્થાપી શકતું નથી. તેથી ધર્મનાં પ્રતિકરૂપ આસ્થા આજ્ઞાધીન રહે છે અને અનુકંપા અમુક અંશે – અમુક
૧૪)