________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ
પ્રવર્તાવે છે ત્યારથી એમની આસ્થા અંતરના ગુપ્ત પેટાળમાંથી બહાર નીકળી ધ્વનિ રૂપ અનુકંપાની નૈયા પર સંસાર સાગર પર વહે છે. અનુકંપાની પૂર્ણતા પછી વહેતી આસ્થામાં પરમ પૂર્ણ વીતરાગતા ભળે છે, જેથી એ આત્માની અપૂર્વ વાણી અરિહંતપણાની લાક્ષણિકતા સાથે પ્રવહે છે. સિદ્ધાંત જણાવે છે કે જેમ કોઈ બે આત્માનાં કર્મ ક્યારે, કોઈ કાળે સમાન હોતા નથી, તેમ જ બે તીર્થંકરની વાણી ક્યારે કોઈ કાળે સમાન હોતી નથી; તેમ છતાં એ વાણીનો સાર ક્યારેય, કોઈ કાળે પણ જુદો હોતો નથી. આ પરથી લક્ષ થશે કે સર્વ તીર્થંકરની અનુકંપા ઉત્કૃષ્ટ હોવા છતાં એમની આસ્થાનું પ્રસારણ અપૂર્વ (unique) હોય છે. અહો! ધન્ય છે આવો લોક કે જેમાં આવા આત્માઓ સદાકાળ માટે વાસ કરતા રહ્યા છે.
શ્રી ગણધરાદિ આચાર્યજીનાં આસ્થા અને અનુકંપા
શ્રી ગણધર પ્રભુનો જીવ શ્રી તીર્થંકર પ્રભુના આત્મા સાથે શુભ સંબંધના કારણથી એમની પ્રેરણાથી છેલ્લા લગભગ ૧૫૦ ભવમાં કલ્યાણની ભાવના કરતો હોય છે. તેમનો આ ભાવ સ્વાયત્ત નથી. તેઓ આ અનુકંપાનો ભાવ કલ્યાણનો ભાવ શ્રી તીર્થંકર પ્રભુ પ્રત્યેની આસ્થાના કારણથી કરે છે માટે એ અનુકંપા આસ્થાની પ્રેરણાથી થાય છે. આ જ પ્રક્રિયા તેઓ ગણધર નામકર્મ બાંધતી વખતે ઉત્કૃષ્ટતાએ કરે છે. પરંતુ એમનું નામકર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એ આસ્થામાં આજ્ઞારૂપી અનુકંપા એવી અપૂર્વ સહજતાથી ભળી જાય છે કે આસ્થા અને અનુકંપાનું આજ્ઞાની પૂર્ણાતિપૂર્ણતામાં પરિણમન થાય છે. (આ છદ્મસ્થની શક્યતાના આધારે કહ્યું છે.) શ્રી ગણધર પ્રભુની અપૂર્વ લાક્ષણિકતા એ છે કે ૧૦૦-૧૫૦ ભવના આસ્થાના પુરુષાર્થને તેઓ નામકર્મનો ઉદય થતાંની સાથે અતિ સહજતાથી આજ્ઞાના ધ્રુવકાંટા પર સરાવી શકે છે. તેઓની બીજી લાક્ષણિકતા એ છે કે તેમનો આત્મા છદ્મસ્થ અવસ્થામાં પણ આસ્થા અને અનુકંપાને સમાનપણે આજ્ઞારૂપી મહામાર્ગ દ્વારા પાળી અને પળાવી શકે છે. એમની પ્રેરણા થકી શ્રી આચાર્યજી આજ્ઞામાર્ગમાં ચાલી ચારિત્રની વિશુદ્ધિ કરી, આસ્થા તથા અનુકંપાને
૧૩૯
—