________________
કેવળી પ્રભુનો સાથ
ભવમાં ગ્રહે છે. તે પછીના ભવમાં જ્યારે તે પરમાણુ સ્વીકારે ત્યારે તેની સંખ્યામાં વધારો થાય છે. ધારોકે કોઈ ભાવિ તીર્થંકરનો જીવ પૂર્વના ૨૫૦ ભવ પહેલાં લોકકલ્યાણના ભાવ કરે અને એ ભવમાં લગભગ બે કરોડ પરમાણુ સ્વીકારે છે, તો તે પછીના જે ભવમાં એ જીવ આવા લોકકલ્યાણના ભાવ કરે ત્યારે એ ભવમાં બે કરોડથી વિશેષ પરમાણુ ગ્રહણ કરે જ છે. આમ એ તીર્થંકર પ્રભુનો આત્મા પૂર્વ કાળમાં અનુકંપાના જોરથી ધર્મની આસ્થા તથા કલ્યાણની અનુકંપા સેવે છે. આમ કરતાં કરતાં જ્યારે તેઓ જે જન્મમાં નામકર્મ બાંધવાનું હોય છે તે જન્મમાં આવે છે ત્યારે નામકર્મ બાંધતાં પહેલાં અનુકંપાને એટલા મોટા પ્રમાણમાં વેદે છે કે તે અનુકંપા શ્વાસોશ્વાસની ગતિથી શરૂ કરી, મનના વિચારની ગતિ સુધી સૂક્ષ્મ થઈ આત્માના દરેક ભાવમાં પ્રવર્તે છે. આ ક્રિયા એટલું જોર પકડે છે કે એ જીવ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણનો ઉપયોગ કરી આત્મામાં લોકકલ્યાણની ભાવના પૂરવા ખાલી સમય નિર્માણ કરે છે. આવું આચરણ કરી તેઓ સત્તાગત અકલ્યાણમય ભાવવાળા સમયોને પ્રદેશોદય દ્વારા ખેંચીને ક્ષય કરતા જાય છે. જ્યારે આવા સર્વ સમય ઉદ્દીરણા દ્વારા ખેંચાઈ ક્ષય થાય છે ત્યારે એ જીવને સર્વ સમયે લોકવર્તી અનુકંપાનું વરદાન વર્તમાનના કોઈ અરિહંત પ્રભુ પાસેથી મળે છે. આ સમયે તે જીવનું તીર્થંકર નામકર્મ નિકાચીત થાય છે. અને ત્યારથી અર્થાત્ તે સમયથી સર્વ સમય માટે તે જીવ અબાધિત રીતે લોકની અનુકંપાને ભજે છે. બીજી રીતે કહીએ તો નામકર્મ નિકાચીત થયા પછી ધ્રુવબંધી થઈ જાય છે અને તે ક્રિયા ચડતા-ઉતરતા ક્રમમાં થયા જ કરે છે. પરંતુ જ્યારથી ભાવિ તીર્થંકરનો જીવ માતાના ગર્ભમાં પ્રવેશે છે ત્યારથી, તે સમયથી, એની તીક્ષ્ણતાની માત્રા વધતી જ જાય છે. આ કારણથી શ્રી તીર્થંકર પ્રભુનાં ગર્ભકલ્યાણકથી શરૂ કરી પાંચ કલ્યાણક ઉજવાય છે. આવી અતિગુપ્ત પ્રક્રિયા સહિત શ્રી તીર્થંકર પ્રભુ પૂર્ણ થાય ત્યાં સુધી મુખ્યતાએ મૌન જ રહે છે. આને લીધે એમની આસ્થા (ધર્મની પ્રરૂપણા પોતા દ્વારા થાય એ ભાવ) અનુકંપા કરતાં મંદ રહે છે. જ્યારે શ્રી તીર્થંકર પ્રભુ શ્રેણિ માંડી કેવળજ્ઞાન પ્રગટાવી, તીર્થ
૧૩૮