________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ
ઉત્તમોત્તમ આસ્થા પ્રેરિત અનુકંપા અને એ જ સમયની અનુકંપા પ્રેરિત આસ્થા એકબીજાના ભાવ પિરણામને શૂન્ય કરી રૂપી સહજાનંદને અરૂપી સહજ સામૂહિક આનંદમાં પરિણમાવવાથી આનંદના અંતરાય કાળના દરેક સમયવર્તી પુરુષાર્થથી ક્ષય થતા જાય છે. આવા અપૂર્વ પુરુષાર્થને અમારા સમય સમયના વંદન હો.
શ્રી અરિહંત પ્રભુનાં આસ્થા અને અનુકંપા
જેમણે અરિ-શત્રુને અ૨રૂપે હણી નાખી માત્ર મિત્રપણું કેળવ્યું છે એવા સર્વ ભૂત, વર્તમાન તથા ભાવિના અરિહંત પ્રભુને વારંવાર સમય સમયના વંદન હો. શ્રી અરિહંત પ્રભુનાં આસ્થા અને અનુકંપા અપૂર્વ આકાર ધારણ કરે છે. એને સમજવા, સમજાવવા તથા આચરણમાં મૂકવા માટે શ્રી અરિહંત પ્રભુનો સાથ અનિવાર્ય બને છે. શ્રી પ્રભુ એમની અલૌકિક બોધધારા દ્વારા આ અતિ દુર્ગમ શરતને અતિ સહજપણે એક જ સમયમાં પળાવે છે. પ્રભુની આવી વાણી લોકના સહુ જીવોને એક ધારાએ વહેલામાં વહેલી તકે મળ્યા જ કરો કે જેથી એ ધારા દ્વારા સર્વ જીવ એકબીજા સાથેનું અરિપણું છોડી અપૂર્વ, શાંત તથા આનંદમય મૈત્રીને ભજે. શ્રી અર્હત પ્રભુની વર્તના એક જ હોય છે, “સર્વ જીવ કરું શાસનરસિ”. આ ભાવમાં તેમને અનુકંપા પ્રેરિત અનુકંપા અને અનુકંપા પ્રેરિત આસ્થા એક જ સમયે વેદાય છે. અહીં એ સ્પષ્ટ થાય છે કે શ્રી અરિહંત પ્રભુ અનુકંપાને વકાંટો બનાવી આસ્થા તથા અનુકંપાને ભજે છે.
આ વર્તના કરવા પાછળ એક અપૂર્વ ગુપ્ત રહસ્ય રહેલું છે. શ્રી પ્રભુ પોતાનું અંતર ખોલી આ રહસ્ય છતું કરે છે. શ્રી અરિહંત પ્રભુ પૂર્વના ૨૦૦-૨૫૦ ભવથી લોકકલ્યાણના ભાવને વેદી અનુકંપાનાં પરમાણુઓ એકત્રિત કરતા ગયા હોય છે. આ ભાવની શરૂઆત કરતી વખતે શ્રી અરિહંત પ્રભુ મિથ્યાત્વી હોવા છતાં તેઓ લોકકલ્યાણનાં અનુકંપારૂપ બીજ પોતાનાં આત્મા પર પરમાણુરૂપે ગ્રહ્યા કરે છે. આ પ્રક્રિયા ઉર્ધ્વગતિથી વધે છે. એટલે કે એક ભવમાં જેટલાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહ્યા હોય તેનાથી વિશેષ પરમાણુ જીવ તેના પછીના
૧૩૭