________________
કેવળી પ્રભુનો સાથ
આથી આવું બાળક મળેલી સુવિધાનો સદુપયોગ કે દુરુપયોગ કરી શકે છે. જો તે બાળક આ સુવિધાઓનો સદુપયોગ કરે તો સારી શાળા કે કોલેજમાં અભ્યાસ કરી સફળતા મેળવે છે, વેપારધંધાનો યોગ્ય અને ફાયદાકારક અનુભવ લઈ નિપૂણ થવાનો લહાવો પણ લઈ શકે છે, અને મળેલી સુવિધાઓનો દુરુપયોગ કરી તે બાળક ખરાબ સોબતે ચડી, વ્યસની બની પોતાનાં જીવનને વેડફી પણ શકે છે. એ જ પ્રમાણે અશુદ્ધ પ્રદેશો મળેલા શુભ નિમિત્તનો સદુપયોગ કરી સંસારથી છૂટવાની ઉત્તમ પ્રવૃત્તિ કરી શકે છે, તેમ જ તેનો દુરુપયોગ કરી અશુભ પ્રવૃત્તિ તથા અશુભ તત્ત્વોના મોહમાં ફસાઈને સનિમિત્તને વેડફી પણ નાખે છે. આ રીતે અશુદ્ધ પ્રદેશોને શુભ એવાં તેજસ્ તથા કાર્મણ શરીરનું નિમિત્ત હોવા છતાં તે જીવ તેનો દુરુપયોગ કરી ઘણા લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે. આવો જીવ જો સવળો ચાલે તો ઘણા નાના કાળમાં મુક્તિ સુંદરીને વરવાનો અદ્ભુત લહાવો લઈ અનંતકાળ માટે સિદ્ધભૂમિમાં સ્થિર થઈ જાય છે.
આ પ્રક્રિયા ઉપર વિચાર કરતાં મનમાં પ્રશ્ન ઊઠે છે કે કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ થયા પછી જીવને મુક્તિ મેળવવામાં લાંબો ગાળો કેમ પસાર થઈ જાય છે? અશુદ્ધ પ્રદેશોને તો શુભ નિમિત્તોનો સાથ સતત મળતો હોવા છતાં લંબાણ કેમ થાય છે? વિચારણા કરવાથી સમજણ ફૂરે છે કે અશુદ્ધ પ્રદેશોને જે શુભ નિમિત્તનો સાથ મળે છે તે તેજસ્ અને કામણ શરીરરૂપ પુદ્ગલ દ્વારા મળે છે, ત્યારે અશુદ્ધ પ્રદેશો જે વિભાવ કરે છે તે ચેતન દ્વારા કરે છે. ચેતન દ્વારા થતા વિભાવ વધારે શક્તિશાળી હોવાથી એ શુભ નિમિત્તોને અક્રિય બનાવી દે છે. જેમ સમૃદ્ધ પરિવારનો બાળક ઘણી ઘણી સમૃદ્ધિ વચ્ચે ઊછરતો હોવા છતાં જ્યારે તે દુષ્કૃતમાં દોરાય છે ત્યારે તેને જેલ આદિ દુર્નિમિત્તમાં જવું પડે છે અને દુ:ખી થવું પડે છે, તેમ અશુદ્ધ પ્રદેશે કરેલા વિભાવ એજ તેજસ્ અને કાર્પણ શરીર પર વિભાવ અનુસાર અશુભ પુગલના જમાવરૂપ પ્રત્યાઘાતનો અનુભવ કરાવી, કેવળ પ્રભુના સાથરૂપ પુદ્ગલને દબાવી દે છે. આમ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ આપણને ગુપ્ત સમજણ આપે છે.
૧૭૮