________________
“એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” (૩૬)
શ્રી કેવળીપ્રભુનો સાથ
આજ્ઞાથી અરૂપી સિદ્ધ અવસ્થા, રૂપી સાધકને કેવળ બોધરૂપ નીવડી, કેવળીપ્રભુના પરમ સાથરૂપે ઓળખાય છે, એવી રુચક પ્રદેશની, કેવળીગમ્ય પ્રદેશની તથા પંચપરમેષ્ટિની આજ્ઞાને ત્રણે કાળે, ત્રણે યોગથી તથા આત્માના પ્રદેશે પ્રદેશથી અને અણુએ અણુથી પરમ પરમ નમસ્કાર.
કેવળીગમ્ય પ્રદેશો પરમ વીતરાગતાથી પરિપૂર્ણ એવા રુચક પ્રદેશો પાસેથી આજ્ઞાભક્તિના માધ્યમથી એમના ચારિત્રમય આજ્ઞાવીર્યને ખેંચે છે, અને તેમાં શ્રી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુનો તથા એમનો પોતાનો આજ્ઞારસ ભેળવે છે. કેવળીગમ્ય પ્રદેશો ઘાતીકર્મોની અપેક્ષાએ નિર્વાણનું વેદન કરે છે, અને અઘાતી કર્મોની અપેક્ષાએ સંસારનું વેદન કરે છે. તે વખતે તેઓ સંસારની અસારતાને અસારરૂપે વેદી, સહજાનંદ પ્રેરિત સંસારના નકારને જન્માવે છે, જેના પ્રતાપથી તેઓ રુચક પ્રદેશની આજ્ઞાને સહજ સમાધિમાં વધારે જોરથી આશ્રવે છે. પરિણામે તેમની અયોગી રહેવાની દશા વર્ધમાન થતી જાય છે. અરૂપી આજ્ઞાના આવા આશ્રવથી એ કેવળીગમ્ય પ્રદેશોનાં તેજસ્ તથા કાર્મણ શ૨ી૨ પર એ અરૂપી આજ્ઞાના અપૂર્વ પ્રત્યાઘાત પડતા જાય છે, અને એના આધારે એ તેજસ્ તથા કાર્મણ શરીર અન્ય અશુધ્ધ પ્રદેશો પર રહેલાં તેજસ્ તથા કાર્મણ શરી૨ પર ધર્મનાં મંગલરૂપ નિમિત્તનું સર્જન કરતાં જાય છે.
જેમ આહારમાં પૌષ્ટિક વસ્તુઓ ગ્રહણ કરવામાં આવે તો જીવની ચક્ષુ આદિ ઈન્દ્રિયો અને શરીરની તેજસ્વીતા તથા શક્તિમાં તેમજ તેનાં બંધારણમાં સુધારો થતો જાય છે તેમ, આ મંગલરૂપ નિમિત્ત તેજસ્ તથા કાર્મણ શરીર પર શુભ અને શાતામય અસર ઉપજાવતું જાય છે. જેમ ધનાઢય પરિવારમાં જન્મ લેતાં બાળકને ખાવાની, પીવાની, પહેરવા ઓઢવાની, હરવાફરવાની સારી સુવિધા મળે છે, શુભ નિમિત્તો મળે છે જેનો ઉપયોગ બાળક પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકે છે.
૧૭૭